હવામાન ખાતા દ્વારા કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી

દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક વિસ્તારો સંપર્ક વિહોણા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે ગુરુવારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસમાં 16 લોકોના મોત થયા છે.

કર્ણાટક અને આંઘ્રપ્રદેશની ઘણી નદીઓ જોખમી નિશાન ઉપર વહી રહી છે. ભારે વરસાદના કારણે ગુરુવારે વહેલી સવારે તમિલનાડુના કોઈબંતુર રેલવે સ્ટેશન પર એક દુર્ઘટના થઈ હતી. અહિં રેલવે પાર્સલ સર્વિસની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. તેમાં બે લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી