નેતન્યાહૂ સરકાર બદલાયા બાદ વિદેશ મંત્રી જયશંકર પ્રથમ વખત ઈઝરાયલના પ્રવાસે

‘એ દોસ્તી હમ નહીં તોડેંગે’, ભારત અને ઈઝરાયેલ વચ્ચે વર્ષો જૂના સંબંધો

ઈઝરાયલમાં નવી સરકારની રચના બાદ હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પ્રથમ વખત દેશની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને નફતાલી બેનેટની આગેવાની હેઠળની નવી ઈઝરાયેલ સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મંત્રણા હશે. જયશંકર રવિવારથી ઈઝરાયલની ત્રણ દિવસના સત્તાવાર મુલાકાતે જઈ રહ્યાં છે. નેતન્યાહૂની સરકાર બાદ ઈઝરાયેલ સાથેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતીય વિદેશમંત્રીઓએ આ મુલાકાત લઈ રહ્યાં છે. વિદેશમંત્રી જયશંકર ઈઝરાયલની મુલાકાત દરમિયાન ઈઝરાયલના પીએમ નફ્તાલી બેનેટ, વિદેશમંત્રી યાયર લેપિડ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઈયાલ હુલતા સહિત ઈઝરાયલની ગઠબંધન સરકારના નેતૃત્વને મળશે .

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારતને તેના વ્યૂહાત્મક ભાગીદાર અને નજીકના મિત્ર તરીકે વર્ણવતા દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયનું આ નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકરની ઇઝરાયલ મુલાકાત પહેલા આવ્યું છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયમાં રાજદૂત અને મહાનિર્દેશક એલન ઉશ્પીઝે ટ્વિટ કરીને દશેરાની શુભેચ્છા પાઠવી અને 17 ઓક્ટોબરે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની ઇઝરાયલ મુલાકાતની પુષ્ટિ કરી.

ઉશ્પીઝે ટ્વિટ કર્યું, “જયશંકરની ઇઝરાયેલની મહત્વપૂર્ણ મુલાકાતની પૂર્વ સંધ્યાએ તમને બધાને દશેરાની શુભકામનાઓ. ભારત વ્યૂહાત્મક ભાગીદાર અને ગાઢ મિત્ર છે. જયશંકર ઇઝરાયેલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ, વડાપ્રધાન નફતાલી બેનેટ અને વિદેશ મંત્રી ગેબી અશ્કેનાઝી સહિતના ટોચના ઇઝરાયલી નેતાઓને મળશે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇઝરાયલી સમકક્ષ બેનેટ સાથે વાત કરી હતી અને બંને નેતાઓ સહકારને વધુ વિસ્તૃત કરવાની સંભાવના પર સંમત થયા હતા અને નક્કી કર્યું હતું કે બંને દેશોના વિદેશ મંત્રાલયો ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના કરશે. વધુ સમૃદ્ધ બનાવવા માટે રોડમેપ તૈયાર કરશે ,એક ટેલિફોનિક વાતચીત દરમિયાન પીએમ મોદીએ બેનેટને જૂનમાં ઇઝરાયેલના વડા પ્રધાન તરીકેની જવાબદારી સંભાળવા બદલ ફરીથી અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કૃષિ, પાણી, સંરક્ષણ અને સુરક્ષા અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ઇઝરાયેલ સાથે તેના મજબૂત સહયોગને ખૂબ મહત્વ આપે છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી