ચાંદખેડામાં વિદેશી વિદ્યાર્થીએ કર્યો આપઘાત

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 11 માળેથી લગાવી મોતની છલાંગ

ચાંદખેડાના જીટીયું કોલેજમાં આપઘાતની ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતા અને પીજીમાં રહેતા એક વિદેશી વિદ્યાર્થીએ 11 માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. જેના પગલે આસપાસના લોકોમાં સનસનાટી મચી ગઈ હતી. જો કે જીટીયું ના બીજા વર્ષમાં નાપાસ થયો હોવાથી આપઘાત કર્યો હોવાનું આસપાસના લોકો જણાવી રહ્યા છે. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ચાંદખેડાના ગોદરેજ ગાર્ડન સિટીમાં પીજીમાં ત્રણ વિદેશી મિત્રો સાથે રહેતા અને જીટીયુ કોલેજમાં અભ્યાસ કરતા ડેનિમ નામના વિદેશી વિદ્યાર્થીએ મંગળવારે સાંજના સમયે 11 માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. જો કે આ યુવકના આપઘાતથી આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

બીજી બાજુ ચાંદખેડા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં ડેનિમના મૃતદેહને પોસ્ટમોટમાં મોકલી આપીને તેના પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. બાદમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મિત્રોની પુછપરછ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, ડેનિમ બીજા વર્ષમાં નાપાસ થતાં સતત ડિપ્રેશનમાં રહેતો હતો.

છેલ્લા એક વર્ષથી તેની ડિપ્રેશનનને લઈને દવા પણ ચાલી રહી હતી. જો કે ડેનિમ કયા કારણો સર આપઘાત કરી છે તે હજુ પોલીસને જાણવા મળ્યું નથી. જેથી પોલીસે ડેનિમના તમામ મિત્રોની પુછપરછ હાથધરી છે.

 43 ,  1