સૃષ્ટિ રૈયાણી હત્યા મામલે SITની રચના, આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ

 રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા દ્વારા SITની રચના કરાઇ

રાજકોટ જિલ્લાના જેતલસર ગામે 16 વર્ષીય સગીરાની થયેલ હત્યા મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. તો સાથે જ આવતીકાલે આરોપી જયેશ સરવૈયા ના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માગણી સાથે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

જેતલસરની દીકરીને ન્યાય ક્યારે? જેતલસરની દીકરીના ગુનેગારને ફાંસી ક્યારે? એ હેવાનને ફાંસી આપો… યુવતીને ન્યાય આપો.. બસ આજ માગ આખું ગુજરાત કરી રહ્યું છે. કારણ કે, જે રીતે એક તરફી પ્રેમમાં હેવાન બનેલા જયેશ સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને યુવતી નામની દીકરીની હત્યા કરી નાખી છે. તેને લઈને આખા ગુજરાતમાં રોષ છે. સૌ કોઈ યુવતીના હત્યારાને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે. તેવામાં હવે આ મામલે કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે. રાજકોટ SP બલરામ મીણા તપાસનું સુપરવિઝન કરશે.

હત્યા મામલે ASP સહિત 7 સભ્યોની ટીમ તપાસ કરશે. સજ્જડ પુરાવા અને કેસની ઝડપી તપાસ માટે ટીમ બનાવી છે. હાલ તપાસ સ્થાનિક પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાંચ PI અજયસિંહ ગોહિલને સોંપાઇ છે. SITમાં રૂરલ ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજયસિંહ ગોહિલ, મહિલા પીએસઆઈ કદાવલા, ક્રાઇમ બ્રાંચના રાઇટર રસીકભાઇ જમોડ, જેતપુર પોલીસના રાઇડર વિજયસિંહ જાડેજા, ગોંડલ પોલીસના રાઇટર હરેન્દ્રસિંહ જાડેજા, ઉપલેટાના પોલીસના રાઇટર ભાવેશભાઇ અને એક મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ SIT એસ.પી. બલરામ મીણાના સુપરવિઝન હેઠળ તેમજ જેતપુર વિભાગના ASP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તપાસ કરશે. તો બીજી તરફ આજે આરોપી જયેશ સરવૈયાના રિમાન્ડ પૂર્ણ થશે. પોલીસ વધુ રિમાન્ડની માગ કરશે.

ગત 16મી માર્ચના રોજ જેતલસર ની 16 વર્ષીય દીકરીની છરીના તિક્ષણ ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપી જયેશ ગોરધન ભાઈ સરવૈયા ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી દ્વારા એક તરફા પ્રેમમાં સગીરાની હત્યા નિપજાવવામાં આવી હતી. આરોપીને ઝડપી પાડી પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

 20 ,  1