September 20, 2021
September 20, 2021

અફઘાનના પૂર્વ રાષ્ટ્રપતિ ગનીને ભારતમાં શરણ આપવું જોઈએ : સુબ્રમણ્યમ સ્વામી

ભાજપના રાજ્યસભા સાંસદ ગનીના સમર્થનમાં આવ્યા

અફઘાનિસ્તાન પર તાલિબાન કબ્જો કર્યો તે અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. ભાગ્યા બાદ ગનીએ ઘણા દેશોનો સંપર્ક કર્યો, પરંતુ કોઈએ તેમને સ્થાન આપ્યું નહીં. મીડિયા અહેવાલો અનુસાર, અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં છે. જ્યારે બીજી તરફ તાલિબાને ભારતમાંથી તમામ આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં ભારત-તાલિબાન સંબંધોના ભવિષ્ય અંગે અનેક પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નવું નિવેદન આપીને એક અલગ મુદ્દો ઉઠાવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ભારતે અશરફ ગનીને આશ્રય આપવો જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે ટ્વિટ કર્યું, ‘ભારતે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અશરફ ગનીને અહીં રહેવા માટે આમંત્રણ આપવું જોઈએ. તે ઉચ્ચ શિક્ષિત છે અને તાલિબાન અમેરિકાના આધુનિક હથિયારોથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસણખોરી કરે ત્યારે ભવિષ્યની અફઘાન સરકાર રચવામાં ભારતને મદદ કરી શકે છે.

નોંધનીય છે કે, તજાકિસ્તાનમાં અફઘાનિસ્તાન દૂતાવાસે ઈન્ટરપોલ પોલીસને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની, અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લા મોહિબ અને અશરફ ગનીના પૂર્વ મુખ્ય સલાહકાર ફઝલ મહમૂદની ધરપકડ કરવા જણાવ્યું છે. અશરફ ગની, હમદુલ્લા મોહિબ અને ફઝલ મહમૂદ ફઝલી પર અફઘાનિસ્તાનની તિજોરી ચોરીનો આરોપ લાગ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ માંગવામાં આવી છે. તજાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે અફઘાન દૂતાવાસે માંગ કરી છે કે, ‘અશરફ ગની અફઘાનિસ્તાનના લોકોની સંપત્તિ લઈને ભાગી ગયો છે, તેથી તેની ધરપકડ કરવી જોઈએ અને સંપત્તિ જપ્ત કરવી જોઈએ અને તે ખજાનો આંતરરાષ્ટ્રીયને ટ્રિબ્યુનલને સોંપવાની જરૂર છે.

 88 ,  1