ભાજપના વરિષ્ઠ અને પૂર્વ મંત્રી યશવંત સિંહા મમતાની પાર્ટીમાં જોડાયો – નવુ સમીકરણ

અટલજી અને આજના સમયની ભાજપમાં જમીન આકાશનો ફરક : યશવંત સિંહા

પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા શનિવારે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કોલકાતાના TMC દફતરમાં પાર્ટીમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા યશવંત સિંહાએ આ નિર્ણય લીધો છે. અટલ બિહારી વાજપેયી સરકારમાં નાંણા પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહા 2014 થી મોદી સરકારના ટીકાકારોમાં એક છે.

આવી સ્થિતિમાં, તે ટીએમસીમાં જોડા્યા બાદ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરશે તેવી સંભાવના છે. આર્થિક બાબતો પર તેમણે ઘણી વખત મોદી સરકારની આલોચના કરી છે. તેમના પુત્ર જયંત સિંહા વર્ષ 2014 થી 2019 દરમિયાન નાણા રાજ્યમંત્રી હતા, પરંતુ તે દરમિયાન તેમણે પક્ષના નેતૃત્વની ઘણી વખત ટીકા પણ કરી હતી.

સરકારને ખેડૂતોની કોઇ ચિંતા નથી- યશવંત સિંહા

TMC માં જોડાયા બાદ યશવંત સિંહાએ કહ્યું કે પ્રજાતંત્રનો અર્થ છે કે સરકારના પ્રતિનિધિ 24 કલકા જનતા પ્રત્યે પોતાના કર્તવ્યોનું પાલન કરે. દેશના અન્નદાતા ગત 3 મહિનાથી દિલ્હીની સરહદ પર બેસેલા છે અને કોઇને કોઇ ચિંતા નથી. દેશમાં શિક્ષણ-સ્વાસ્થ્ય ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે પરંતુ સરકારને કોઇ ફરક પડતો નથી. તેમણે દાવો કર્યો કે ‘તેમાં કોઇ શંકા નથી કે તૃણમૂલ કોંગ્રેસ ખૂબ મોટા બહુમત સાથે સત્તામાં આવશે. બંગાળમાંથે આખા દેશમાં એક સંદેશ જવો જોઇએ કે જે કંઇ મોદી અને શાહ દિલ્હી ચલાવી રહ્યા છે, હવે દેશ તેને સહન નહી કરે. 

તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં અત્યારે રાજ કરી રહેલી રૂલિંગ પાર્ટીનો એક જ હેતુ છે કે કોઇપણ પ્રકારે ચૂંટણી જીતો અને પોતાનો વિજય ધ્વજ ફરકાવો. યશવંત સિંહાએ કહ્યું કે આજની સરકાર લોકોની જરૂરિયાતો પુરી કરવાના બદલે તેને કચડવામાં વિશ્વાસ ધરાવે છે. તેમણે દાવો કર્યો કે અટલજી અને આજના સમયની ભાજપમાં જમીન આકાશનો ફરક છે. તે જમાનામાં તમામ પક્ષ અને સામાન્ય લોકોનું સાંભળવામાં આવતું હતું પરંતુ આજે સંભળાવવામાં આવે છે. 

‘અટલ જી અને આજની ભાજપમાં ખૂબ મોટો ફરક છે’

યશવંત સિંહાએ કહ્યું કે અટલજીના સમયને જોઇએ તો તે સમયે કર્ણાટકમાં જનતા દળ એસ, કશ્મીરમાં પીડીપી, બંગાળમાં ટીએમસી, પંજાબમાં અકાદળી દળ , બિહારમાં જેડીયૂ, મહારાષ્ટ્રમાં શિવસેના સહિત દેશની તમામ મોટી પાર્ટીઓ સાથે ભાજપનો તાલમેલ કર્યો. તેમણે કહ્યું કે અટલજીની ઇચ્છા ક્યારેય કોઇને દબાવવાની રહી નથી. તે બધાને સાથે લઇને ચાલતા હતા પરંતુ આજે કોઇપણ તેમની સાથે નથી. ત્યાં સુધી કે હવે અકાળી દળ પણ તેમનો સાથ છોડી ગયું છે. 

 72 ,  1