મેરા બાબુલ ઘર આયા ઓ રામજી, TMCમાં ઘર વાપસી

આખરે બાબુલને સમજાયુ દીદી સિવાય ઉધ્ધાર નહીં….

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સાંસદ બાબુલ સુપ્રિયો જે મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા ટીએમસીમાં ધરવાપસી કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. TMCસાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા.

બાબુલ સુપ્રિયો પક્ષમાં જોડાયા પછી ટીએમસી વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે કે, ટીએમસીના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં, પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા છે.

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં થયેલ વિધાનસભા ચૂંટણી બાદથી ભારતીય જનતા પાર્ટી અને મમતા બનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તકરાર વધતી જઈ રહી છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટા પાયે ટીએમસીના નેતાઓની પેરાશૂટ એન્ટ્રી કરાવવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં ભાજપની હાર બાદ હવે ઊંધો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનાં મોટા મોટા નેતા હવે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે.

 112 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી