CBIના પૂર્વ ડાયરેક્ટર રણજીત સિંહાનું નિધન

કોલાસ કૌભાંડના કેસમાં સિંહા વિરુદ્ધ નોંધાઈ હતી એફઆઈઆર

સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર રંજીત સિંહાનું નિધન થયું છે. રંજીત સિંહાનું આજે સવારે 4-30 કલાકે નિધન થયું છે. 1974 બેચના આઈપીએસ અધિકારી સિંહા 2012થી 2014ની વચ્ચે સીબીઆઈના ડાયરેક્ટર રહ્યા હતા. વર્ષ 2017માં સીબીઆઈએ સિન્હા વિરૂદ્ધ જ કોલાસ કૌભાંડના કેસમાં એફઆઈઆર નોંધી હતી.

રંજીત સિંહા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોત. સીબીઆઈએ તેમની વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ પણ નોંધ્યો હતો. રંજીત સિંહા પર આરોપ લાગ્યો હતો કે તેમણે સીબીઆઈ ચીફના પદ પર રહેતા કોલસા કૌભાંડની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

22 નવેમ્બર 2012ના રોજ તેમને બે વર્ષ માટે સીબીઆઈ ચીફ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ રેલવે સુરક્ષા બળનું નેત-ત્વ અને પટના અને દિલ્હી સીબીઆઈમાં વરિષ્ઠ પદો પર કાર્ય કરી ચૂક્યા હતા.

તેઓ 68 વર્ષના હતા. આઈટીબીપી ડીજી જેવા અનેક મહત્ત્વના પદની જવાબદારી તેમણે સંભાળી હતી. સીબીઆઈના ડિરેક્ટર બન્યા પહેલા તેઓ ભારત-તિબ્બત બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના ડિરેક્ટર પદ પર હતા.

 51 ,  1