ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બિમાસ કેશુભાઈનું આજે સવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. તેમના નિધન પર સીએમ રૂપાણી તેમન નાયબ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે.

1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

 117 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર