આ રાજ્યના પૂર્વ CM અને કોંગ્રેસના નેતાનું થયું નિધન

વીરભદ્રસિંહ 1983માં પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે નિધન થયું છે. લાંબી બિમારી સામે ઝઝૂમ્યા બાદ આજે વહેલી સવારે શિમલાના ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે તે વીરભદ્રસિંહ છેલ્લા બે માસથી તેઓ હોસ્પટિલમાં એડમિડ હતા. છેલ્લા બે દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતાં. વીરભદ્ર સિંહ 6 વાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

કોરોનામાં ચેપ લાગતાં 13 એપ્રિલે વીરભદ્રસિંહને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનામાંથી સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે પછી તેની તબિયત લથડવાનું શરૂ થયું હતું. થોડા દિવસો પહેલા તેને આઈજીએમસીમાં દાખલ કરાયા હતા.

ભૂતપૂર્વ સીએમ વીરભદ્રને કોરોનાથી સાજા થયા ત્યારથી શ્વાસની તકલીફ થઈ હતી. ત્યારથી તે સતત તબીબી દેખરેખ હેઠળ હતાં. 11 જૂને, વીરભદ્રસિંહને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો. બીજી વાર પણ તેણે કોરોનાને હરાવ્યો હતો. વીરભદ્રસિંહ 9 વખત ધારાસભ્ય રહ્યા હતા. સાથે જ તેઓ 5 વખત સાંસદ પણ ચૂંટાયા હતા. હાલમાં તે સોલન જિલ્લાના અરકીથી ધારાસભ્ય હતા.

વીરભદ્રસિંહ મનમોહનસિંહની સરકારમાં 28મે 2009માં ઈસ્પાત મંત્રી બનાવવામાં આવ્યા હતા. વીરભદ્રસિંહ 1983માં પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા જ્યારે 1990માં ફરી સતત બીજી વાર સીએમ પદ પર રહ્યા હતા. જે બાદ 1993થી 1998,2003થી2012 અને 2012થી2017 દરમ્યાન મુખ્યમંત્રી રહ્યા હતા.

 14 ,  1