ઉતરપ્રદેશના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક

મુખ્યમંત્રી યોગી સહિતના નેતાઓએ હોસ્પિટલની લીધી મુલાકાત

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની હાલત ખૂબ જ નાજુક છે. તેમને શ્વાસની તકલીફને લીધે તેઓ લાંબા સમયથી લખનઉની હોસ્પિટલમાં દાખલ હતા અને ત્યાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતા. શનિવારે તેની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવાાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીને મળવા CM યોગી હોસ્પિટ ખાતે પહોંચ્યા હતા.

ડોકટરનું કહેવું છે કે, હાલમાં પૂર્વ મુખ્યમંત્રીની હાલત સ્થિર છે અને તેઓ આઈસીયુમાં દાખલ છે. જો કે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમના પરિવારજનોને પણ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રીનીતબિયત ખરાબ હોવાના સમાચાર મળતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમને મળવા હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યારે યોગી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કલ્યાણ સિંહે યોગીને હાથ જોડીને કહ્યું કે, તે તેમની ખૂબ સેવા કરે છે. મુખ્યમંત્રી યોગી સાથે મંત્રી સુરેશ ખન્ના અને કલ્યાણસિંહના પૌત્ર સંજીવ સિંહ પણ કલ્યાણસિંહને મળવા પહોંચ્યા હતા

 60 ,  1