પૂર્વ મંત્રી ડો. કથીરિયાનું રૂપાણીએ પણ કર્યું ઘોર અપમાન

પૂર્વ CM રૂપાણીએ પૂર્વ મંત્રી કથીરિયાનું કર્યુ અપમાન..! Video વાયરલ

અગાઉ તેમની પાસેથી જાહેરમાં મંગાઇ હતી માફી

પ્રથમ હરોળમાં ન બેસવા સૂચના આપી હોવાની ચર્ચા, પાટીદાર સમાજમાં રોષની લાગણી

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કથીરિયાનું અપમાન કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાજકોટમાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો હતો. જેમાં ભાજપના દિગ્ગજ પાટીદાર અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથીરિયાને પહેલા નીચે બેસાડવામાં આવે છે. ત્યાર બાદ તેઓ વિજય રૂપાણીને મળવા માટે આવે છે, તેમની બાજુમાં બેસે છે, પરંતુ તેઓ તેમને ત્યાં બેસવાની મનાઈ કરે છે અને અંતે, છેલ્લી લાઈનમાં બેસવા ખુદ વિજય રૂપાણી ડો.વલ્લભ કથીરિયાને સૂચના આપી હોવાની ચર્ચા થઈ રહી છે.

આ ઘટનાને પગલે વિજય રૂપાણીએ સિનિયર નેતાની અવગણના કરતાં પાટીદાર સમાજ સહિત વફાદાર કાર્યકરોમાં જબરો આક્રોશ ફેલાયો છે. ઉલ્લેખનીય છે પહેલી હરોળમાં નીતિન ભારદ્વાજને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રીનું અપમાન કરવામાં આવ્યું હોય એવો મેસેજ અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

 282 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી