પાટીલ સામે નારાજગીની ચર્ચાઓ મુદ્દે પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન, કહ્યું – કોઈ મતભેદ નથી

ગઈકાલે રાજકોટમાં ગાયબ રહેલા વિજય રૂપાણી આજે બોલ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને લઇ વિજય રૂપાણીએ કહ્યું કે મારા અને સી.આર.પાટીલ વચ્ચે કોઇ નારાજગી નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરતમાં અલગ અલગ સામાજિક પ્રસંગોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પહેલી વખત સુરત આવ્યા હતા. હાલ જ્યારે રાજકોટના જૂથવાદના પ્રકરણ મુલાકાત પર સૌની નજર છે ત્યારે પાટીલ બાદ વિજય રૂપાણીએ આ જૂથવાદ પર ખુલાસો કર્યો.

તેમણે કહ્યુ કે, મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી. અમારા વચ્ચે નારાજગી નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે. પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે. સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યા છીએ. 

તો રાજકોટના સ્નેહમિલન કાર્યક્રમ બાદ સીઆર પાટીલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. જેમાં બંને વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં પાટીલે બેઠક યોજી રામ મોકરીયાને પ્રમોટ કરવાની ચર્ચા કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. બીજીતરફ નરેશ પટેલને પણ સામે ચલી મળવા ગયા હતા. અને તેની સાથે પણ બેઠક યોજી હતી. જેમાં 2022માં પણ પાટીદારોનું વર્ચસ્વ યથાવત રહે તેવી રણનીતિ ઘડાશે તેવી માહિતી સૂત્રોમાંથી મળી છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી