ભૂતપૂર્વ સીએમ સુરેશ મહેતાનાં પત્નીનું નિધન

ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાના ધર્મપત્ની ઇન્દીરાબેન મહેતાનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ કેન્સરથી પીડિત હતા અને છેલ્લા અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમની અંતિમવિધિ માંડવી ખાતે રાખવામાં આવી છે. સુરેશભાઈ મહેતાના પરિવારમાં પુત્ર નિહાર મહેતા, તેમની પત્ની અને બે પૌત્રો લવ-કુશ છે.

ઈન્દિરાબેનની અંતિમ ઈચ્છા અનુસાર તેમના અગ્નિસંસ્કાર માંડવીમાં કરવામાં આવશે. શનિવારે સવારે 8 વાગ્યે તેમના માંડવી સ્થિત નિવાસસ્થાન બાબાવાડીથી સ્મશાન યાત્રા નીકળશે. ઈન્દિરાબેનના નિધન બાદ તેમની ઈચ્છા અનુસાર અંતિમસંસ્કાર ઉપરાંત પ્રાર્થના સભા પણ માંડવી ખાતે રાખવામાં આવી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી