પૂર્વ કમિશનર – ACP વચ્ચેની ચેટ વાયરલ, મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્યો

પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ- ‘ગૃહમંત્રી દેશમુખે સચિન વઝેને 100 કરોડની વસૂલીનો આપ્યો હતો ટાર્ગેટ’

પરમબીર સિંહના પત્ર બાદ અનિલ દેશમુખનું રાજીનામું લઈ શકે છે મુખ્યમંત્રી ઠાકરે

મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયા જમા ટાર્ગેટ આપ્યો હતો. આ બધી ફરિયાદોને લઈને પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો હતો.

પૂર્વ કમિશનરે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાઝે પાસે દર મહિને 100 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી વસુલવા કહ્યું હતું. પરમબીર સિંહના આરોપો પર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખની પ્રતિક્રિયા સામે આવી છે. પરમબીર સિંહના આરોપોને અનિલ દેશમુખે ફગાવી દિધા છે. તેમણે કહ્યું કે પરમબીર સિંહે પોતાને બચાવવા માટે ખોટા આરોપ લગાવ્યા છે.

અનિલ દેશમુખે ટ્વિટ કરી કહ્યું કે, “પરમબીર સિંહે પોતાના બચાવવા માટે અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ખોટા આરોપ લગાવ્યા છે. મુકેશ અંબાણી કેસની સાથે સાથે મનસુખ હિરેન હત્યા કેસમાં સચિન વાઝેની સંડોવણી સ્પષ્ટ થઈ રહી છે અને તેના તાર પરમબીર સિંહ સાથે જોડાયેલા છે. “

પરમબીર સિંહે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર

મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે  કે આ પત્ર રાજ્યમાં રાજકીય ભૂકંપ લાવી શકે છે. પોતાના પત્રમાં પરમબીર સિંહે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ તરફથી દબાણ હતું કે તેમને 100 કરોડ રૂપિયા દર મહિને જોઈએ. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ સચિન વાઝેનો આપવામાં આવ્યો હતો.

આ સાથે જ પરમબીર સિંહે લખ્યું કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા વસૂલવા કહેવામાં આવ્યું હતું. પત્ર મુજબ આ ટાર્ગેટ પર સચિન વાઝેએ કહ્યું હતું કે તેઓ 40 કરોડ પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ જ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો છે કે 100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા અનિલ દેશમુખે સચિન વાઝેને બીજા વિકલ્પો પર વિચાર કરવા કહ્યું હતું.

પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની વિસ્ફોટક ચેટ

પરમબીર સિંહ: 16 માર્ચ 4.59 pm
પાટીલ, હોમ મિનિસ્ટર અને પલાંડેએ તમને કેટલીવાર બાર, રેસ્ટોરા અને આવા જ એસ્ટાબ્લિશમેન્ટ જણાવ્યા હતા. તમે તેમને ફેબ્રુઆરીમાં ક્યારે મળ્યા હતા અને કેટલા એક્સપેક્ટેડ કલેક્શન તમને જણાવવામાં આવ્યા હતા. 

જ્યારે પરમબીર સિંહના મેસેજનો ACP પાટીલે જવાબ ન આપ્યો તો તેમણે ફરી એક મેસેજ કર્યો. 

પરમબીર સિંહ: 16 માર્ચ, 05.00 pm
અર્જન્ટ પ્લિઝ

ACP પાટીલ: 16 માર્ચ, 5.18 pm
1750 બાર અને એસ્ટાબ્લિશમેન્ટ, દરેક એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી 3 લાખ રૂપિયા, તે હિસાબે દર મહિને 50 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન. 

ACP પાટીલ: 16 માર્ચ, 5.23 pm
પલાન્ડેએ ડીસીપી એન્ફોર્સમેન્ટ (રાજુ ભુજબળ)ની સામે 4 માર્ચે જણાવ્યું હતું. 

પરમબીર સિંહ: 16 માર્ચ, 5.25 pm 
અને તમે તે પહેલા HM ને ક્યારે મળ્યા હતા. 

ACP પાટીલ: 16 માર્ચ, 5.26 pm
હુક્કા બ્રિફિંગ અગાઉ ચાર દિવસ પહેલા.

પરમબીર સિંહ: 16 માર્ચ, 5.27 pm
અને વઝે HM ને કઈ તારીખે મળ્યો હતો?
 
ACP પાટિલ: 16 માર્ચ, 5.33 pm
સર તે તારીખ મને ખબર નથી. 

પરમબીર સિંહ: 16 માર્ચ, 7.40 pm
તમે જણાવ્યું હતું કે તે તમારી મીટિંગથી થોડા દિવસ પહેલા મળ્યો હતો. 

ACP પાટીલ: 16 માર્ચ, 8.33 pm 
યસ સર, પરંતુ તે ફેબ્રુઆરી મહિનાના અંતમાં થઈ હતી. 

પરમબીર સિંહ: 19 માર્ચ, 8.02 pm
પાટીલ મને કઈક વધુ ઈન્ફોર્મેશન જોઈએ. શું વઝે HM ને મળ્યા બાદ તમને મળ્યો હતો?

ACP પાટીલ: 19 માર્ચ, 8.53 pm 
યસ સર, વઝે HM સાથે મીટિંગ બાદ મને મળ્યો હતો. 

પરમબીર સિંહ: 19 માર્ચ, 9.01 pm
શું વઝેએ તમને કશું જણાવ્યું હતું કે તે HM ને કેમ મળ્યો હતો?

ACP પાટીલ: 19 માર્ચ, 9.12 pm
સર, વઝેએ મને મીટિંગનું કારણ જણાવ્યું હતું કે 1750 એસ્ટાબ્લિશમેન્ટ છે જેની પાસેથી દર મહિને 3 લાખ રૂપિયા તેમના માટે (HM) કલેક્શન કરવાનું હતું. જે લગભઘ 40 કરોડથી 50 કરોડ રૂપિયા થાય છે. 

પરમબીર સિંહ: 19 માર્ચ, 9.13 pm
ઓહ આ તો એ વાત છે જે તમને HM એ કહી હતી. 

ACP પાટીલ: 19 માર્ચ, 9.15 pm
4 માર્ચના રોજ પલાન્ડેએ એ જ વાત કરી. 

પરમવીર સિંહ: 19 માર્ચ, 9.19 pm
ઓહ યસ, તમે પલાન્ડેને 4 માર્ચના રોજ મળ્યા હતા?

ACP પાટીલ: 19 માર્ચ 9.17 pm
યસ સર મને બોલાવ્યો હતો. 

સાંસદ સ્યૂસાઈડ કેસમાં પણ બનાવ્યું દબાણ

પરમબીર સિંહે પત્રમાં દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના સ્યૂસાઈડ કેસમાં પણ દબાણ સર્જવાનો આરોપ લગાવ્યો. પરમબીર સિંહના આરોપ મુજબ ગૃહમંત્રી અનિલ દેશમુખ પહેલા દિવસથી જ ઈચ્છતા હતા કે આત્મહત્યા માટે ઉક્સાવવાનો કેસ દાખલ થાય. પરમબીર સિંહે આ મામલે લખ્યું કે ‘મારો મત હતો કે જો કોઈ પ્રકારે આત્મહત્યા માટે ઉક્સાવવાનું કામ થયું પણ છે તો આ કેસ મુંબઈની જગ્યાએ દાદરા નગર હવેલીમાં નોંધાવવો જોઈએ.’

ગૃહમંત્રીની સ્પષ્ટતા

આ બધા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ આરોપો સદંતર ફગાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. દેશમુખે લખ્યું કે સંબંધિત મામલાઓમાં પોતાને બચાવવા માટે આ ભ્રામક આરોપ લગાવવામાં આવ્યા છે. 

આરોપો બાદ અનિલ દેશમુખના રાજીનામાની માગણી ઉઠી છે. ભાજપે માગણી કરી છે કે અનિલ દેશમુખને તરત પદ પરથી હટાવી દેવામાં આવે. આ બાજુ MNS અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ અનિલ દેશમુખના તત્કાળ રાજીનામાની માગણી કરી છે. તેમણે કહ્યું કે પરમબીર સિંહે જે પત્ર લખ્યો તે શોકિંગ છે. તે મહારાષ્ટ્રની છબી ખરાબ કરનારો છે. આ બધા વચ્ચે ગૃહમંત્રી અનિલ દેશમુખના બંગલાની સુરક્ષા વધારી દેવાઈ છે. 

 21 ,  1