પૂર્વ ભારતીય ક્રિકેટરની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાયા

રાજનીતિની પીચ પર હવેથી ભાજપ માટે બેટિંગ કરતા જોવા મળશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દિનેશ મોંગિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. દિનેશ મોંગિયા ક્રિકેટ બાદ હવે રાજનીતિની પીચ પર હવેથી ભાજપ માટે બેટિંગ કરતા જોવા મળશે. 

અત્રે જણાવવાનું કે દિનેશ મોંગિયાએ 17 સપ્ટેમ્બર 2019ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. દિનેશ મોંગિયા ટીમ ઈન્ડિયામાં એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં પસંદ કરાયા હતા. તેઓ લેફ્ટ હેન્ડના બેટ્સમેન અને સ્પિન બોલર હતા. દિનેશ મોંગિયા 2003માં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ સક્વોર્ડનો ભાગ હતા. 

લગભગ 5 વર્ષ સુધી દિનેશ મોંગિયાએ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી. દિનેશ મોંગિયાએ ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2001માં પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. નોંધનીય છે કે દિનેશ મોંગિયાએ કરિયરમાં 57 મેચ રમી છે. જેમાં તેમણે 1230 રન કર્યા. આ ઉપરાંત બોલિંગ કરી અને 14 વિકેટ પણ લીધી.

દિનેશ મોંગિયાએ પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં એક સેન્ચ્યુરી લગાવી. તેમણે ગુવાહાટીમાં ઝિમ્બાબવે વિરુદ્ધ અણનમ 159 રન કર્યા હતા. આ ઈનિંગમાં 17 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. દિનેશ મોંગિયાએ કરિયરમાં ફક્ત એક જ ટી20 મેચ રમી. જો કે ટેસ્ટ ટીમમાં દિનેશ મોંગિયા ક્યારેય જગ્યા બનાવી શક્યા નહીં. 

દિનેશ મોંગિયા એક ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. વર્ષ 2014માં ‘કબાબ મે હડ્ડી’ ફિલ્મમાં તેઓ જોવા મળ્યા હતા. આ ફિલ્મ જો કે ફ્લોપ ગઈ હતી. જેના કારણે દિનેશ મોંગિયાની એક્ટિંગ કરિયર ત્યાં જ અટકી ગઈ હતી. 

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી