પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, ચાલુ કારે ટાયર નીકળ્યું

ભારતના પૂર્વ ક્રિકેટર અને કૉંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને આજે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં અઝહરુદ્દીનની કાર પલટી મારી ગઈ હતી. જો કે આ દુર્ઘટનામાં અઝહરુદ્દીન અને તેના પરિવારનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માત લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ પોલીસ મથક પાસે થયો હતો. અઝહરુદ્દીન પરિવાર સહિત રણથંભોર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત્ નડ્યો હતો. અઝહરુદ્દીન સાથેના એક વ્યક્તીને સામાન્ય ઈજા પહોંચી છે. બીજી ગાડી દ્વારા અઝહરુદ્દીનને હોટલ પહોંચાડવામાં આવ્યો હતો.

પૂર્વ ક્રિકેટરની કારનું ટાયર નીકળી જવાને કારણે કાર બેકાબૂ થઈ હતી. જે બાદમાં કાર  રોડની બાજુમાં આવેલા એક ઢાબામાં ઘૂસી ગઈ હતી. જેનાથી ઢાબામાં કામ કરતો એક 40 વર્ષીય યુવક ઘાયલ થયો છે. યુવકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, મોહમ્મદ અઝરુદ્દીન કે તેના પરિવારને કોઈ ઈજા પહોંચી નથી. આ અકસ્માત બાદ DSP નારાયણ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

 167 ,  1