દિલ્હીના રાજકારણ પર દુ:ખના વાદળ, શીલા દીક્ષિત બાદ આ દિગ્ગજ નેતાનું નિધન

દિલ્હીના રાજકારણને માત્ર 24 કલાકમાં બીજો મોટો ફટકો પડ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત બાદ દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયું છે.

માંગે રામે દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કહેવાય છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતાં. અંતિમ દર્શન માટે તેમના નશ્વર દેહને નિવાસ સ્થાને 11.30 વાગ્યા સુધી રાખવામાં આવશે.

ત્યારબાદ 12થી 1 વાગ્યા સુધી દિલ્હી સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય પર તેમને શ્રદ્ધાંજલિ અપાશે. માંગે રામ ગર્ગે પોતાનું શરીર દાન કરવાનો સંકલ્પ લીધો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલયથી તેમનો પાર્થિવ દેહ દાન માટે 1. કલાકે હોસ્પિટલ લઈ જવાશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી