દિલ્હી: શીલા દીક્ષિત પંચતત્વમાં વિલિન, રાજકીય સન્માન સાથે થઇ અંતિમ વિદાઈ

પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત(81)નું નિગમબોધ ઘાટ પર રાજકીય સન્માન સાથે રવિવારે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ભીની આંખોએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યો છે.

તે દરમિયાન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભારે વરસાદ હોવા છતા લોકો શીલાજીને અંતિમ વિદાય આપવા માટે હાજર રહ્યાં હતા.

આ પહેલા તેમના મૃતદેહને કોંગ્રેસ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. જ્યાં સોનિયા અને પ્રિયંકા સહિત કોંગ્રેસ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી