પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીના આજે અંતિમ સંસ્કાર

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું કાલે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અરુણ જેટલીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. આજે બપોરે 2 વાગે બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ સહિત રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન મોદી શનિવારે તેમની વિદેશ યાત્રાના ત્રીજા તબક્કામાં બહેરીન પહોંચ્યા છે. તે દરમિયાન તેમનું સ્વાગત તેમના બહેરીન સમકક્ષ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાએ કર્યું. ત્યાંના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોની વચ્ચે પીએમ મોદીએ અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું કે, હું અહીં ખૂબ જ શોક અહીં ઉભો છું. આજે ભારતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મને ખૂબ શોક લાગ્યો છે. થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ અનંત યાત્રાએ નિકળી ગયા. આજે મારો હંમેશા સાથ નિભાવનારો મિત્ર મને છોડીને જઇ ચુક્યો છે. હું કર્તવ્યથી બંધાયેલો છું, તેથી મારો મિત્ર છોડીને જવાનું દુ:ખ છે. બહેરીનની ધરતી પરથી હું ભાઈ અરુણને શ્રદ્ધાંજલિ આપું છું.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી