ભૂતપૂર્વ વિદેશ મંત્રી ફુમિયો કિશિદા બનશે જપાનના નવા વડાપ્રધાન

જપાનમાં એક વર્ષની અંદર ફરી બદલાશે PM

જાપાનના શાસક પક્ષ LPD એ બુધવારે ભૂતપૂર્વ વિદેશ મંત્રી ફ્યુમિયો કિશિદાને તેના નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. જાપાનમાં એક સમયે વડાપ્રધાન પદ માટે જાપાનના લોકપ્રિય રસી મંત્રી 58 વર્ષીય તારો કોનોનું નામ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ તેઓ સફળતા મળી ન નથી. જાપાનની એક મિડીયા રિપોટ અનુસાર કિશિદા LPD પાર્ટીના નેતા અને વડાપ્રધાન યોશીહિદે સુગાની જગ્યા લેશે, જેમણે ગયાં સપ્ટેમ્બરમાં પદ સંભાળ્યા બાદ માત્ર એક વર્ષ સેવા આપ્યાં બાદ રાજીનામું આપ્યું હતું.

58 વર્ષીય તારો કોનો જાપાનના ભૂતપૂર્વ વિદેશ અને સંરક્ષણ મંત્રી હતા. હાલમાં તારો કોનો કોવિડ -19 રસીના પ્રભારી મંત્રી છે. તારો કોનો, જેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને અંગ્રેજી બોલવામાં સક્ષમ છે, તે યુવાન મતદારો પર પકડ ધરાવે છે. પરંતુ તેઓ આ ટોચના પદ માટે સફળતા મેળવી શક્યા નથી.

જાપાનના આગામી પ્રધાનમંત્રીની રેસમાં ચારમાંથી બે ઉમેદવારો મહિલાઓ હતી. સાને તાકાઈચી અને સેઈકો નોડા, જેમણે વડાપ્રધાન પદની ચૂંટણીમાં શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. જો આ બેમાંથી કોઈ મહિલા જીતી હોત, તો જાપાનમાં પ્રથમ વખત કોઈ મહિલા વડાપ્રધાન બની શકતી આ સાથે 58 વર્ષીય રસી મંત્રી તારો કોનો અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી ફુમિયો કિશિદા પણ હતા.

 68 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી