આખરે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર..

હાઈકોર્ટ દ્વારા કોઈ રાહત ન મળતા દેશમુખની વધી મુશ્કેલી !

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન NCP નેતા અનિલ દેશમુખ આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ED દ્વારા વારંવાર સમન્સ મોકલવા છતાં તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. અત્યાર સુધીમાં દેશમુખને પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ અનિલ દેશમુખ પૂછપરછ માટે હાજર થયા ન હતા. બાદમાં તે ગુમ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.

અનિલ દેશમુખે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે અને આજે ED ઓફિસમાં તેમની હાજરી વિશે માહિતી આપી છે. તેમણે તપાસમાં સહકાર ન આપતા હોવાના આરોપને નકાર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તેઓ EDના સમન્સનો જવાબ આપી રહ્યા છે.

ઉપરાંત તેમણે ખાતરી આપી છે કે, જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે ત્યારે હું પૂછપરછ માટે હાજર થઈશ. અનિલ દેશમુખ 100 કરોડની રિકવરી કેસ અને મની લોન્ડરિંગના અનેક કેસમાં આરોપી છે. જેમાં CBI 100 કરોડની રિકવરી કેસની અને ED દેશમુખ સામે મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, અનિલ દેશમુખ સોમવારે સવારે 11:50 વાગ્યે ED ઓફિસમાં હાજર થયા હતા. અનિલ દેશમુખની સાથે તેમના વકીલ ઈન્દરપાલ સિંહ પણ ED ઓફિસમાં હાજર રહ્યા હતા. હાલમાં મની લોન્ડરિંગના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી