પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની દિવાળી કસ્ટડીમાં

100 કરોડની વસૂલી કાંડમાં 6 નવેમ્બર સુધી ED રિમાંડ

મની લોન્ડ્રીંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે. સ્પેશિયલ હોલીડે કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાતે EDએ પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી લીધી. 100 કરોડ રુપિયાની વસૂલીના મામલે તેમની 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારના વિૂરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવારથી જોડાયેલી 5 સંપત્તિઓને સીઝ કરવાનો આદેશ જારી કરી દીધો છે. આ સંપત્તિઓ એક હજાર કરોડ રુપિયા કરતા વધારે છે. અજીત પવાર ઘણા લાંબા સમયથી આઈટીના નિશાને છે. ગયા મહિને જ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બે રિયલ એસ્ટેટ ગ્રૂપ અને અજીત પવારના સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા બાદ 184 કરોડ રુપિયાની બેહિસાબ સંપત્તિની જાણકારી મેળવી હતી. વિભાગે 7 ઓક્ટોબરે 70થી વધારે ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આઈટીએ અજીત પવારના દીકરા પાર્થ પવારના માલિકાના હકવાળી કંપની અનંત મર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ પર પણ દરોડા પાડ્યા હતા. આ સિવાય પવારની બહેનોના માલિકાના હકવાળી કંપનીઓ પર પણ કાર્યવાહી કરી ગઈ હતી.

મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારના વિૂરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવારથી જોડાયેલી 5 સંપત્તિઓને સીઝ કરવાનો આદેશ જારી કરી દીધો છે. આ સંપત્તિઓ એક હજાર કરોડ રુપિયા કરતા વધારે છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી