September 20, 2021
September 20, 2021

યોગીને આઇપીએસનો પડકાર- આ દેખે જરા.. કિસ મેં કિતના હૈ દમ…

જબરન રિટાયર્ડ અમિતાભને જાગ્યા અભરખાં…

યોગીને હરાવવા એટલે પીએમને હરાવવા સમાન છે…

2014માં કેજરીવાલના વારાણસીમાં કેવા હાલ થયાં હતા..

ગુજરાતમાં 1998માં એક સીએમ હારી ગયા હતા…

વગદારોની સામે ઉભા રહેવાની ચાનક કેમ થતી હશે…

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

ગુજરાતમાં ભાજપે પહેલો ઘા રાણાનો…કહેવત અનુસાર આગામી વિધનસભાની ચૂંટણીઓની તૈયારીરૂપે જન આશિર્વાદ યાત્રા શરૂ કરી દીધી છે. ગુજરાત પહેલા યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેમ છે. યુપીમાં હજુ ગુજરાત જેવી કોઇ યાત્રા હજુ આરંભાઇ નથી. પણ જેમને પરાણે હાથ પકડીને નિવૃત કરવામાં આવ્યાં તે આઇપીએસ અમિતાભ ઠાકૂરે રાણીની જેમ ઘા તો માર્યો પણ એવી જગ્યાએ ઘા માર્યો કે યુપીની ચૂંટણીઓ વખતે તેમની આખી કરિયરની અવનવી અને અટપટી વાતો લોકો સામે આવશે કે લાવવામાં આવશે..!

પરાણે કહેતા જબરન રિટાયર્ડ આઇપીએસ ઠાકૂરને એલાન કિયા કી વે યુપી કે સીએમ યોગી કે સામને ચુનાવ લડેગે..! અરે ભાઇ રણભેરી તો વગાડો….ઠાકૂર લડવા જઇ રહ્યાં છે અને તે પણ યોગી આદિત્યનાથની સામે…! લોકશાહીમાં ચૂંટણીમાં કોઇને પણ ઉભા રહેવાનો હક્ક અને અધિકાર છે જ. જેમ કે આપણાં કેજરીવાલ. ગુજરાતની ચૂંટણીઓમાં પોતના 100 કરતાં વધારે ઉમેદવારો ઉભા રાખશે. કેટલા જીતશે અને કેટલા હારશે તે અન્ય પક્ષ નક્કી કરશે. પણ જ્યારે કેજરીવાલ 2014માં વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્રભાઇ મોદીની સામે વારાણસીથી ઉભા રહ્યાં ત્યારે ચોક્કસ બીજા નંબરે રહ્યાં અને 2 લાખ કરતાં વધુ મતો તો મળ્યા પણ મોદીની સામે જીતી ન શક્યા. કોંગ્રેસના ઉમેદવાર અજયરાયને માત્ર 75 હજાર કરતાં કંઇક વધારે મતો મળ્યા અને ડિપોઝીટ ડૂલ…! શું કોંગ્રેસના મતો કેજરીવાલ લઇ ગયા…?

દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો અને કેટલાક ઉમેદવારો એવા હોય છે કે તેઓ હારે જ નહીં અને તેમને કોઇ હરાવી ના શકે. પણ કેટલાક અપવાદ બને ત્યારે ઇતિહાસ સર્જાય. જેમ કે ગુજરાતમાં 1998ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી દિલીપ પરીખને ભાજપના સાવ સામાન્ય અને નવા નિશાળિયા ભરતભાઇ પંડ્યાએ હરાવ્યાં અને ઇતિહાસ રચાયો. તે પહેલાં શંકરસિંહ વાઘેલાને રાધનપુરમાં ભાજપે હરાવવાના ભરપૂર કેસરિયા પ્રયાસો કર્યા પણ ન ફાવ્યાં અને એ ચૂંટણીમાં હારેલા શંકરભાઇ ચૌધરીનો સિતારો એવો ચમક્યો કે મંત્રી બન્યા અને હવે બનાસ ડેરીનો કરોડોનો વહીવટ તેમના હાથમાં…! મંત્રીપદ કરતાં પણ મોટો ઠાઠ અને માઠ…

સીએમ તરીકે મોદીની સામે કોંગ્રેસે અચ્છા અચ્છા ઉભા રાખ્યા પણ કોઇ ના ફાવ્યાં. છેલ્લે 2012માં મોદીની સામે મણિનગર બેઠક પર આઇપીએસ સંજય ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે હાથમાં પંજો પકડીને ઉમેદવારી નોંધાવી અને પરિણામ… ? હવે યુપીમાં વધુ એક આઇપીએસ અમિતાભને સીએમ યોગીની સમે ઉભા રહેવાના જબરા ચસ્કા લાગ્યા હૈ તો ભલે ઉભા રહે. યોગીની સામે ભલે અષ્ટમપષ્ટમ બેલ્યા કરશે તો પણ પરિણામ નક્કી જ છે. બે ઠાકૂરોમાંથી ( યોગી આદિત્યનાથ પણ ઠાકૂર છે) એક ભગવાધારી ઠાકૂર જીતીને ફરી વિધાનસભામાં અને જબરન રિટાયર્ડ ઠાકૂરનો હારીને ક્યાંક સાધુ બનવાનો વારો ના આવે તો ભયો..ભયો… !

અપવાદમાં વધુ એક કિસ્સો અમેઠી છે. અમેઠી અને રાયબરેલીમાં ગાંધીપરિવારને કોઇ હરાવીના શકે પણ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ કેરળમાં વાયનાડથી અને અમેઠીમાં સ્મૃતિ ઇરાની. 2024માં હવે રાયબરેલીનો વારો….? બંગાળમાં મમતાદીદી હારે..? કેમ ના હારે…? તેમના જ પટ્ટશિષ્ય શુવેન્દુ અધિકારીએ ફટ ફટ હરાવ્યાં અને હવે મમતાદીદી પેટા ચૂંટણીમાં જીતશે કે તેમનું શું થશે…કહ નહીં સકતે…કેમ કે હજુ પેટા ચૂંટણીનું નક્કી નથી. બની શકે કે દીદીને પૂર્વ સીએમ બનવુ પડે તો કહ નહીં સકતે…

જબરન આઇપીએસ સહિતના કેટલાકને મોટી હસ્તીની સામે ચૂંટણીમાં ઉભા રહેવાની પ્રેરણા ક્યાંથી મળતી હશે તેનું સંશોધન થાય તો રસપ્રદ વાતુ બહાર આવી શકે. જેમ કે કેજરીવાલને પૂછીએ કે 2014માં મોદીની સામે ઉભા રહેવાની પ્રેરણા તમને કોણે આપી…અને હાર્યા પછી કેવુ લાગ્યું..?! 2019માં ફરીથી મોદીની સામે ઉભા નહીં રહેવાની પ્રેરણા કોણે આપી…! અમિતાભ ઠાકૂરને પણ યોગી સામે હાર્યા બાદ મિડિયા પૂછવુ જોઇએ- કૈસા લગ રહા હૈ…?!

વર્દીધારી બધાના નશીબ કાંઇ જનરલ વી.કે.સિંગ જેવા નથી હોતા કે આ બાજુ નિવૃત અને બીજી બાજુ પાર્ટીમાં અને જીત્યા બાદ સીધા કેન્દ્રમાં મંત્રીપદે…! 2019માં પણ જીત્યા અને ફરીથી મંત્રીપદે છે. રાજકારણ મોટુ મેદાન છે. કોઇપણ મેદાનમાં આવે અને પોતાની તથા પાર્ટીની તાકાત પર જીતે તો સદનમાં અને હારે તો સીધા ઘરમાં….! બની શકે કે યુપી અને જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં ઘણાં જબરન વાળા કોઇ ટિકિટ આપે કે ના આપે પણ પરાણે ધરાર ચૂંટણીમાં ઉભા રહે તો બે-ચાર ટેકેદારોના ખિસ્સાનું વજન તો વધશે…! ઠાકૂર ટૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં શકતા….ક્યા જબરન ઠાકૂરને ઠાન લી હૈ કી હારૂગા લેકિન ઝુકુગા…? દેખતે રહીએ યુપી કા ખેલા…ઉમ્મીદવારોં કા મેલા.. ઉસમેં હોગા એક ઠાકૂર ભી અકેલા….!

 64 ,  1