બિહારમાં જેડી(યુ)ના પૂર્વ નેતાના પુત્રની હત્યા

બિહારના સિવાન વિસ્તારના જનતા દળના પૂર્વ નેતા સુરેન્દ્ર પટેલના 13 વર્ષના પુત્રનું અપહરણ કરીને, હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મળતી વિગત મુજબ, બદમાશોએ જેડીયુના પૂર્વ નેતાના પુત્રનું અપહરણ કરી, પચાસ લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે પૈસા ન મળતા બદમાશોએ તેની હત્યા કરી દીધી.

બુધવારે રાત્રે એક ખેતરમાંથી સુરેન્દ્ર પટેલના પુત્રની લાશ મળી આવી હતી. હાલ આ મામલે પોલીસે હત્યાના ચાર આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઇએ, એક તરફ સીએમ નીતિશ કુમાર કાયદા અને વ્યવ્યસ્થાની વાત કરે છે તો બીજી તરફ બેખોફ બદમાશો શાસક પક્ષના નેતાઓને શિકાર બનાવી રહ્યા છે.

 49 ,  3