મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વધુ 14 દિવસની કસ્ટડીમાં

મની લોન્ડ્રીંગ કેસમાં પૂર્વ ગૃહમંત્રીની મુશ્કેલીમાં વધારો

મની લોન્ડ્રીંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સત્ર અદાલતે તેમને 29 નવેમ્બર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આજે અનિલ દેશમુખની ED કસ્ટડી ખતમ થઈ ગઈ હતી, તેમને આજે કોર્ટમાં રજૂ કરતા પહેલા તેમનું મેડિકલ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અનિલ દેશમુખની ઇડીની કસ્ટડી આજે પૂરી થઇ હતી.

આ પહેલા કોર્ટે ઇડીની કસ્ટડી વધુ ત્રણ દિવસ લંબાવી હતી. કહેવાઇ રહ્યું હતું કે, ઇડી દેશમુખને કસ્ટડીમાં રાખીને તેમની સચિન વાજે સામે પૂછપરછ કરવા ઇચ્છતી હતી. ઇડીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસના બરતરફ કરાયેલ એપીઆઇ સચિન વાજે 100 કરોડની વસૂલાતના કેસમાં મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. ઇડીએ તેની કસ્ટડી માટે અરજી કરી છે. ઇડી વાજે અને અનિલ દેશમુખની સામસામે પૂછપરછ કરવા માંગે છે.

એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ(ED)એ NCP નેતા દેશમુખની 1 નવેમ્બરે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. 6 નવેમ્બરે સ્પેશિયલ વેકેશન કોર્ટે 71 વર્ષીય દેશમુખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. અને તેની કસ્ટડી લંબાવવાની EDની માંગને ફગાવી દીધી હતી. એક દિવસ પછી, બોમ્બે હાઈકોર્ટે દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યા, નીચલી કોર્ટના આદેશને ફગાવી દીધો. ત્યારબાદ પૂર્વ મંત્રીને શુક્રવારે PMLAની વિશેષ અદાલતના ન્યાયાધીશ એચએસ સથભાઈ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમની કસ્ટડી 15 નવેમ્બર સુધી લંબાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સચિન વાજેને સૌથી મહત્વની કડી માનવામાં આવે છે. નોંધનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે સચિન વાજેને તેમના ઘરે બોલાવી મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી