પૂર્વ મંત્રી – ધારાસભ્ય હકુભા જાડેજાના ભાઇ પર હુમલો, ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ

દ્વારકા જીલ્લાના નયારા કંપની નજીક પૂર્વ મંત્રીના ભાઇ પર થયો હુમલો

રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય એવાં હકુભા જાડેજાના ભાઈ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જામનગર-ખંભાળિયા હાઇવે પર એસ્સાર નજીક તેઓની પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં માથાને ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી હકુભા જાડેજાના ભાઈ રાજભા જાડેજા પર હુમલો થયો છે. જો કે આ મામલાની જાણ થતાં જ શહેર ભાજપ સંગઠન હોસ્પિટલ દોડી આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

ધારાસભ્ય હકુભા જાડેજાના ભાઈ રાજબાનું  પેટામાં કામ ચાલતું હોય તે બંધ કરાવવા સામેના પક્ષે ધાકધમકી આપી હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. સામા પક્ષે પણ બેથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાની વાત જાણવા મળી રહી છે. પોલીસ તપાસ બાદ વધુ ચિત્ર સ્પસ્ટ થશે. હાલ હકુભા જાડેજાના ભાઈને માથામાં ઈજાઓ પહોંચતા સારવાર ચાલી રહી છે. તબિયત હાલ સારી છે.

હુમલાની ઘટનાના પગલે શહેર ભાજપના હોદેદારો અને ધારાસભ્યના સમર્થકો હોસ્પિટલ પર પહોંચ્યા હતા.પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. એક ખાનગી કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ બાબતે સામસામે હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સામા પક્ષે પણ બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે નિવેદન નોંધી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામા આવી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી