‘કોરોનાકાળમાં ડોક્ટરો 1880 કરોડ રૂપિયા કમાયા…!’

પૂર્વ મંત્રી યોગેશ પટેલનો તબીબો પર ગંભીર આરોપ

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોના કાર્યકાળને લઈ ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો 1880 કરોડ કમાયા છે. શહેરની 160 ખાનગી હોસ્પિટલમાં 37602 કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ.દર્દી દીઠ સરેરાશ પાંચ લાખ ખર્ચ ગણતા આંકડો 1880 કરોડ થાય.

યોગેશ પટેલે કહ્યું કે, કોરોનાકાળમાં વડોદરાના ડોક્ટરોએ સરેરાશ પાંચ લાખ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલ્યા,. કોરોનાકાળમાં વડોદરાના ડોક્ટરો, હોસ્પિટલોએ 1850 કરોડ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલ્યા. ડોક્ટરો માનવતા ભૂલ્યા હોવાનો અને દવાઓ-લેબોરેટરીમાં કમિશન વસૂલતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ડોક્ટરો પર વારંવાર કેમ હુમલા થાય છે તે ખૂદ ડોક્ટરોએ વિચારવું પડશે. જે ડોક્ટરો વાણી-વિલાસ કરે છે, જે ડોક્ટરો આડેધડ બિલ વલૂસે છે તેનાથી જનતા ઉશ્કેરાય છે.

પૂર્વ મંત્રી યોગેશ પટેલે તબીબો પર આક્ષેપ કરતા કહ્યું કે તબીબો દર્દીના ટેસ્ટ માટે ચોક્કસ લેલમાં મોકલે છે, દવા ખરીદવા ચોક્કસ દવાના સ્ટોરનો આગ્રહ રાખે છે. જેને લઈને યોગેશ પટેલે IMAના પ્રમુખને તબીબોને સંયમમાં રહેવાની સલાહ આપી છે એટલું જ નહીં તબીબ સગાને સાચી વાત જણાવે અને સારુ વર્તન કરે તો તબીબો પર હુમલા નહીં થાય તેવું જણાવ્યું છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી