પાટણ : પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન

લીલાધર વાઘેલા ગુજરાત સરકારમાં ત્રણ વખત મંત્રી પણ રહી ચૂક્યા

પાટણમાં પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાત સરકારમાં ત્રણ વખત મંત્રી રહી ચૂકેલા લીલાધર વાઘેલા છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમશ્વાસ લીધા હતા. લીલાધર વાઘેલા રાજકારણીની સાથે સાથે ઠાકોર સમાજના મોટા ગજાના નેતા હતા.

લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટણના તેમના વતન એવા પીમ્પળ ગામ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના પાર્થીવ દેહને તેમના ગામ ખાતે લઇ જવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ તેમના નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.

લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. 2018ના વર્ષમાં ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને એક રખડતી ગાયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓએ પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ નોકરી કરી છે.

લીલાધર વાઘેલા ભૂતકાળમાં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ચીમનભાઈ પટેલ સરકારમાં તેઓ મંત્રી રહી ચુક્યા છે. 2004ના વર્ષમાં તેઓ શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડીને લાઇમલાઇટમાં આવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાને પાટણ બેઠક પરથી ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી હરાવ્યા હતા.

 108 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર