September 19, 2020
September 19, 2020

આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બીજી પૂણ્યતિથિ, PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ

બસ ઇસીલિયે તો કહેતા હું આઝાદી અભી અધૂરી હૈ..કૈસે ઉલ્લાસ મનાવવું થોડે દિન કી મજબૂરી હૈ.. : અટલ બિહારી વાજપેયી

દેશ આજે પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ પ્રસંગે તેમને યાદ કરી રહ્યો છે. દિવંગત પ્રધાનમંત્રી અટલ બિહારીના નવી દિલ્હી ખાતે આવેલા સ્મારક સદૈવ અટલ ઘાટ ખાતે પુષ્પાંજલિ તેમ જ પ્રાર્થના કાર્યક્રમનું આજે આયોજન કરાયું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષજે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અટલજીની બીજી પુણ્યતિથી પ્રસંગે વાજપેયીજીનાતૈલચિત્રને વરચ્યુઅલી ખુલ્લુ મુક્યું હતું. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન અને ડો. વિનય સહસ્રબુદ્ધે આ પ્રસંગે હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અટલજીને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે દેશની પ્રગતિ માટે ભારત હમેશા અટલજીની સેવાને યાદ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને અટલજીને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, અટલજી દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનો પ્રખર અવાજ હતા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ વાજપેયીને નમન કરતાં જણાવ્યું હતું કે અટલજી પ્રખર રાજનેતા હતા.

લાંબી બિમારીનો સામનો કર્યા પછી વર્ષ 2018માં ભારત રત્ન અટલજીએ એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 93 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. પ્રધાનમંત્રીના રૂપમાં અટલજીએ ત્રણ વાર દેશનું નેતૃત્વ કર્યું હતું. તેમના ભાષણો અને કવિતા લોકોને મંત્રમુક્ત કરી દેતા હતા.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર