September 21, 2020
September 21, 2020

BREAKING : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું દેહાવસાન


પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન, ફેફસામાં ઈન્ફેક્શનના કારણે આજે ફરી એડ્મિટ કરાયા હતા. સાંજે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ડીપ કોમામાં સરી પડ્યા હતા. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ સારવાર લઇ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા પ્રણવદાનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો અને તેઓ દેશના 13માં રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને 2012ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા 22 જૂલાઈ, 2012ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા.

26 જાન્યુઆરી 2019ના રોજ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે 25 જુલાઈ 2012ના રોજ ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર