પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જીનું કોંગ્રેસને ટાટા બાય બાય, TMCનો હાથ પકડ્યો

કોંગ્રસને વધુ એક ઝાટકો, મમતાને ફાયદો

પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ આજે કોગ્રેસનો પંજો છોડીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

અભિજીત મુખર્જી સાંજે ટીએમસીના કાર્યાલય ખાતે નેતા પાર્થ ચેટર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાઈ ગયા છે જેને પગલે અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પાર્ટી તૃણમૃણ કોંગ્રસમાં જોડાશે તેવી ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમજ પાર્થ ચેટર્જી કહ્યું કે, અમે પાર્ટીમાં અભિજીત મુખર્જીનું સ્વાગત કરીએ છીએ. આ પ્રસંગે ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય હાજર રહ્યા હતા અને તેમણે સાલ પહેરવાની સ્વાગત કર્યું હતું.

અભિજિત મુખર્જીએ 2012 અને 2014માં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની ટિકિટ પર જંગપીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. જોકે, વર્ષ 2019માં પણ કોંગ્રેસે તેમને આ જ બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ અભિજિત મુખર્જી આ બેઠક પર ચૂંટણી જીતી શક્યા નહોતા.

અભિજીત મુખર્જી કોગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસ શામિલ થવા પર બહેન શર્મિષ્ઠાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. આ અંગે શર્મિષ્ઠાએ ટ્વીટ કરીને સેડ લખ્યું. નોંધનીય છે કે, અભિજીત મુખર્જી અને શર્મિષ્ઠા વચ્ચે પિતા પ્રણવ મુખર્જીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

 62 ,  1