પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન ભાજપમાં જોડાશે..?

અમરિંદર સિંહ આજે અમિત શાહ અને જેપી નડ્ડાને મળશે

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે દિલ્હીમાં અમિતશાહ અને જે પી નડ્ડા સાથે મુલાકાત કરશે. સાથેજ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી સિદ્ધુ સાથે કેપ્ટન અમરિંદર સિંહનો વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઇને તેમણે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને હાલ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે. 

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું કે તેમનું ઘણું અપમાન થયું છે. જેને લઈને તેમણે મુખ્યમંત્રીનું પદ છોડ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે જો પંજાબમાં 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તોપણ તે સિદ્ધુને મુખ્યમંત્રી નહી બનવા દે અને તેની સામે મજબૂત દાવેદાર ઉતારશે. 

કેપ્ટન અમરિંદરને વિધાનસભા ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. એ પછી કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું કહ્યું. કેપ્ટને સિદ્ધુની પાક. PM ઈમરાન ખાન અને પાકસેના પ્રમુખ બાજવા સાથેની દોસ્તીને ખતરનાક ગણાવી. ચરણજિત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પછી પણ કેપ્ટને ચિંતા વ્યક્ત કરી છે. કેપ્ટને કહ્યું હતું કે પંજાબ બોર્ડર સ્ટેટ છે. પાકિસ્તાન સતત અહીં ડ્રોનથી હથિયાર અને નશાયુક્ત વસ્તુઓ મોકલી રહ્યું છે. ચરણજિત ચન્ની મંત્રી તરીકે સારા રહ્યા છે, જોકે તેમને ગૃહવિભાગનો અનુભવ નથી. એવામાં પંજાબની સુરક્ષા બાબતે તેઓ ચિંતિંત છે.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી