September 19, 2021
September 19, 2021

જામીન જોઈએ છે? 200 કરોડ થશે…

શિવેંદર પછી મલવિંદરની પત્નીએ ફરિયાદ નોંધાવી

રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર્સ મલવિંદર સિંહ અને શિવેંદર સિંહને જામીન અપાવવા અને જેલમાં સુરક્ષાના નામ પર એક દલાલે તેમની પત્નીઓ સાથે આશરે 204 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. આ બંને પૂર્વ પ્રમોટર્સની પત્નીઓએ જ આ અંગે ફરિયાદ કરી છે.

આ કેસમાં અગાઉ પણ એક કેસ નોંધાયો હતો, હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ વધુ એક કેસ નોંધ્યો છે. હકીકતે રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહે પહેલેથી જ આવી ફરિયાદ નોંધાવી હતી, હવે બીજા પ્રમોટર મલવિંદર સિંહની પત્ની જપના સિંહે પણ પોલીસમાં આવી ફરિયાદ નોંધાવી છે.

સિંહ બ્રધર્સ ઓક્ટોબર 2019થી જ તિહાડ જેલમાં બંધ છે. તે બંનેની રેલિગેયર ફિનવેસ્ટ અને તેની પેરેન્ટ કંપની રેલિગેયર એન્ટરપ્રાઈઝમાંથી 2,397 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

પહેલાવાળા કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ કેસ નોંધાયો હતો. હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ રોહિણી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ છેતરપિંડી, વસૂલી અને ગુનાહિત ષડયંત્રનો વધુ એક કેસ નોંધ્યો છે. આર્થિક અપરાધ શાખા બનાવટ અને વસૂલીના આરોપી કેદી સુકેશ ચંદ્રશેખર સિંહની સતત પુછપરછ કરી રહી છે.

રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર માલવિંદર સિંહની પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેના પાસેથી પણ આશરે 4 કરોડ રૂપિયા જામીન અપાવવાના નામે લૂંટવામાં આવ્યા છે. આના પહેલાની એફઆઈઆરમાં રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્નીએ જામીનના નામે 200 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

 51 ,  1