પાવાગઢ મંદિરનો પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ ક્રાઇમ બ્રાંચમાં હાજર..!

પોલીસતંત્ર દ્વારા સત્તાવાર સમર્થન અપાયું નથી

શહેરના ચકચારી હાઇપ્રોફાઇલ બળાત્કારપ્રકરણમાં આરોપી અને પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ નાટ્યાત્મક રીતે ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો છે. જોકે પોલીસતંત્ર દ્વારા આ અંગે કોઇ સમર્થન અપાયું નથી. જ્યારે બીજો આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન વડોદરા બહાર સલામત સ્થળે આશ્રય લઇ રહ્યો છે, તે પણ આગામી દિવસોમાં નાટ્યત્મક રીતે ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ જાય એવી શક્યતા છે. આ હાઇપ્રોફાઇલ બળાત્કારપ્રકરણમાં મીડિયાને દૂર રાખવા ક્રાઇમ બ્રાંચ દ્વારા પાણીગેટ ભદ્રકચેરી સ્થિત એની કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઊતરી આવી દુષ્કર્મ આચર્યું હતું.

વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલામાં ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા છે. યુવતી અને અશોક જૈનના બેડરૂમ ફૂટેજ સામે આવ્યા છે. યુવતી પર થયેલા દુષ્કર્મમાં તેના બેડરૂમમાં રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનની તસવીરો પુરાવા રૂપે પોલીસને સોંપાઇ છે. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે આ સ્પાય કેમેરા કોણે લગાવ્યા હતા. તેનું રેકોર્ડિંગ કયાં છે? યુવતીએ આક્ષેપ કર્યો હતો કે અશોક જૈને એસીના પ્લગમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. 

શહેરના ચકચારી હાઇપ્રોફાઇલ બળાત્કારપ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયા બાદ તપાસ તેજ બની ગઇ છે. શુક્રવારે પીડિતાની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે આરોપીઓ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. 

બીજી બાજુ, ક્રાઇમ બ્રાંચે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર ટીમ બનાવતાં બે આરોપી પૈકી પાવાગઢ ટ્રસ્ટી મંડળના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ વહેલી સવારે ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ ગયો હોવાનું વગદાર વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ અંગે કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી

અશોક જૈને દુષ્કર્મની સાથે માર પણ માર્યો

પીડિતાના નિવેદન અંગે કાઉન્સિલર શોભના રાવલે જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે દુષ્કર્મ આચરતાં પહેલાં પ્રતિકાર કરતી પીડિતાને બે-ત્રણ લાફા માર્યા બાદ વાળથી પકડીને તેને ઢસડીને બેડરૂમમાં લઈ જઈને મૂઢમાર માર્યો હતો. તેના પેઢામાં લાત વાગતાં હજુ પણ બ્લડિંગ થઇ રહ્યું છે, જેથી તેની સારવાર હું કરાવી રહી છું. પીડિતા પર બેથી ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ગોળી મારવાની પણ ધમકી આપવામાં આવી હતી.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી