September 18, 2021
September 18, 2021

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઓસ્કર ફર્નાંડિઝનું નિધન

ગાંધી પરિવારના નજીકના હતા નેતા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાંડિઝનું નિધન થયું છે. કર્ણાટકના મંગલુરુમાં ઓસ્કર ફર્નાંડિઝે અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલ તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્કર ફર્નાંડિઝ ગાંધી પરિવારના નજીકના નેતા માનવામાં આવી છે.

80 વર્ષના ઓસ્કર ફર્નાંડિઝ લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા અને કેટલાક અઠવાડિયાથી તેમને મંગલુરુના હોસ્પિટલમાં દાખલ હતા. આ વર્ષે યોગ કરતા સમયે તેમને ઇજા પણ થઈ હતી, ત્યારબાદથી તેમની તબિયત લથડી હતી.

ઓસ્કર ફર્નાંડિઝની ગણતરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાં થતી હતી. તેઓ UPA સરકારમાં માર્ગ-પરિવહન મંત્રી રહી ચુક્યા હતા. અત્યારે પણ ઓસ્કર ફર્નાંડિઝ રાજ્યસભાના સાંસદ હતા.

 47 ,  2