ઉદ્ધવ ઠાકરે ‘એક્સિડેન્ટલ CM’ : પૂર્વ મંત્રી પ્રકાશ જાવડેકર

‘MVA : મહા વિશ્વાસઘાતી અઘાડી સરકાર’

મહારાષ્ટ્રમાં ત્રિપાંખીયા ગઠબંધન વાળી મહાવિકાસ અઘાડી સરકારે 2 વર્ષ પુરા કરી લીધા છે. આ સ્થિતિ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને(MVA)’મહા વિશ્વાસઘાતી સરકાર’ ગણાવી છે. એટલુ જ નહીં ઉદ્ધવ ઠાકરે વિશ્વાસઘાતથી મુખ્યમંત્રી બન્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દાવો કર્યો હતો કે, માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે.

રવિવારે એક પ્રેસ વાર્તા દરમિયાન જાવડેકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકારે આજે 2 વર્ષ પૂરા કરી લીધા છે. અમે આનાથી વધારે ભ્રષ્ટ, તક સાધુ અને જન વિરોધી સરકાર રાજ્યમાં નથી જોઈએ. તેમણે પોતાનું નામ મહાવિકાસ અઘાડી રાખ્યું છે. હું તેમને મહા વિશ્વાસઘાતી અઘાડી નામ આપવા માંગું છુ. તેમણે લોકોને દગો આપ્યો છે અને રાજનીતિનું અપરાધિકરણ કર્યુ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લોકોને 2019માં વિધાનસભા ચૂંટણીમાં શિવસેના ભાજપાને પોતાનો વોટ આપ્યો હતો. પરંતુ શિવસેનાએ રાજ્યની સૌથી ભ્રષ્ટ સરકાર’ના સીએમ બન્યા છે. પરંતુ પ્રતિદ્વંદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રસ સાથે હાથ મળાવવાનું પસંદ કર્યુ છે.

જાવડેકરે ભાજપ- શિવસેના ગઠબંધનને છેતરપિંડી કરવા માટે સીએમ ઠાકરે પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર છે. તે છેતરપિંડીથી સીએમ બન્યા છે. મતદાતાઓએ પીએમ નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ- શિવસેના ગઠબંધનને વોટ આપ્યો હતો. પરંતુ તેમણે છલ કર્યુ અને મોજી વિરોધી સાથે ગઠબંધન કર્યુ. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકારના અનેક હાજર અને પૂર્વ મંત્રીઓ પર નામ લીધા વગર આરોપ લગાવ્યા.

જાવડેકરે કહ્યું કે એક મોટા મંત્રી છે . જેમના ઘર પર આયકર વિભાગે રેડ કરી. 1000 કરોડથી વધારે રુપિયા બેનામી સંપત્તિના રુપમાં મળ્યા. એનસીપીમાંથી એક અન્ય મંત્રીની એટલા માટે ધરપકડ કરવામાં આવી કેમ કે તેમણે વ્હિસલબ્લોઅર પર હુમલો કર્યો હતો. એક ત્રીજા મંત્રી ચે . જેમણે મુંબઈમાં 1993 સિરિયલ બ્લાસ્ટમાં સામેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સસ્તા ભાવે જમીન ખરીદી છે. તેમણે કહ્યું કે જ્યારે શરદ પવાર રક્ષા મંત્રી હતા. ત્યારે દાઉદના સાથે ભારતીય વાયુસેનાના વિમાનમાં તેમની સાથે બેઠો હતો. મહારાષ્ટ્રના લોકો તેમને સત્તામાં પાછા ન લાવ્યા.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી