દિલ્હીમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાનના પત્નીની હત્યા

લૂંટારાઓએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી મર્ડર કર્યું

દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે રાત્રે હત્યાની એક મોટી ઘટના સામે આવી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની 67 વર્ષિય કિટ્ટી કુમારમંગલમની હત્યા દિલ્હી સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા દિલ્હી પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય બે આરોપીની શોધ ચાલુ છે.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, ઘરની અંદર લૂંટના ઈરાદા સાથે બદમાશો ઘૂસ્યા અને કિટ્ટી કુમારમંગલમની હત્યા કરીને ફરાર થઈ ગયા. તે વસંત વિહાર સ્થિતી પોતાના નિવાસમાં બીજા માળે રહેતી હતી. તેમના પતિ પી. રંગરાજન કુમારમંગલમ, અટલ સરકારમાં મંત્રી હતા અન તેમનું નિધન કેન્સરના કારણે થયુ હતું.

ઘટના સમયે કિટી કુમારમંગલમ પોતાની મેડ સાથે ઘરમાં એકલી હતી. અને મોકાનો ફાયદો ઉઠાવી આરોપીએ તેમની હત્યા કરી નાખી. નોકરાણીએ પોલીસને જણાવ્યુ હતું કે, મંગળવાર રાતે લગભગ 9 વાગ્યે ધોબી આવ્યો, તો તેણે દરવાજો ખોલ્યો. બાદમાં ધોબીએ તેને ખેંચીને બાજૂના રૂમમાં મને બાંધી દીધી. બાદમાં અન્ય બે યુવકો પણ આવ્યા. જેમણે કિટ્ટીની હત્યા કરી નાખી.

નોંધનીય છે કે, કિટ્ટી કુમારમંગલમ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચુક્યા છે. તેમનો દિકરો કોંગ્રેસના નેતા છે અને આ ઘટનાની જાણ થતાં જ તે બેંગલુરૂથી દિલ્હી આવવા રવાના થઈ ચુક્યા છે.

 13 ,  1