યુપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિ દોષીત જાહેર

ચિત્રકૂટ સગીર ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો

સગીરા ગેંગ રેપ કેસમાં યૂપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને દોષી ઠેરવવામાં આવ્યા છે. ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ ઉપરાંત આશિષ શુક્લા અને અશોક તિવારી પણ દોષિત ઠર્યા છે. ગાયત્રી પ્રજાપતિ યુપી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ચિત્રકૂટની એક મહિલાએ પોતાની પુત્રી પર ગેંગરેપનો આ આરોપ લગાવ્યો હતો.

ત્રણેય આરોપીને ગેંગ રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. 12 નવેમ્બરે કોર્ટ તેની સજાની જાહેરાત કરશે. સાથે જ આ કેસમાં વિકાસ વર્મા, અમરેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુ, ચંદ્રપાલ, રૂપેશ્ર્વર ઉર્ફે રૂપેશને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો

ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ, જે સમાજવાદી સરકારમાં ખાણકામ મંત્રી હતા અને અન્ય છ લોકો પર ચિત્રકૂટની એક મહિલાએ તેની સગીર પુત્રી પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો. મહિલાએ કહ્યું કે તે મંત્રી ગાયત્રી પ્રજાપતિના ઘરે પહોંચી હતી. જે બાદ મંત્રી અને તેના સાગરિતોએ તેને નશો કરી સગીર પુત્રી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે મહિલાએ આ મામલે ફરિયાદ કરવાની વાત કરી તો ગાયત્રી પ્રજાપતિ અને તેના સાગરિતોએ સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી