અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ લોન્ચ કરશે ‘TRUTH Social’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter- Facebookને આપશે ડોનાલ્ડ ટ્રમ્પ ટક્કર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મનું નામ TRUTH Social હશે. જેની માલિકીના હક ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગુ્પ(TMTG)પાસે હશે. નોંધનીય છે કે, ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ્સ ટ્રમ્પ પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, TRUTH Social એપનો મુખ્ય હેતુ મોટી ટેક કંપનીઓના પ્રતિસ્પર્ધી ઊભો કરવાનો છે. જેમણે તેમના પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ જો બાયડન પર પણ નિશાનો સાધ્યો. ટ્રમ્પે કહ્યું કે અમે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ટ્વીટર પર તાલિબાન મોટા સ્તર પર હાજર છે. એ બાદ પણ તમારા મનપસંદ રાષ્ટ્રપતિ ચૂપ છે. તેમણે નિવેદન આપ્યું કે આ સ્વીકાર્ય નથી. જાહેરાત મુજબ નવી કંપનીની શરુઆત ડિજિટલ વર્લ્ડ એક્ઝિશન કોર્પ.ની સાથે વિલય માટે શરુ થઈ છે.

ટ્વિટર અને ફેસબુકથી પ્રતિબંધિત થયા બાદથી ટ્રમ્પ સતત પોતાની સોશિયલ મીડિયા સાઈટ લોન્ચ કરવા માટે વાત કરી રહ્યા છે. લગભગ 9 મહિના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન કરી દેવામાં આવ્યા હતા. કંપનીઓએ 6 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીની પાસે કેપિટલ હિલ હિંસા કેસમાં તેમની ભૂમિકાના કારણે આ પગલું ઉઠાવ્યુ હતુ. નવેમ્બરમાં આયોજિત થયા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના બીજી વાર ઉમેદવાર ટ્રમ્પને ડેમોક્રેટ અને હાજર રાષ્ટ્રપતિ જો બાયડનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી બાદ અમેરિકામાં મોટા પાયે હિંસા ફેલાઈ હતી ડોનાલ્ડ ટ્રમ્પને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાના સમર્થકોને વ્હાઈટ હાઉસમાં ભેગા થવાની અપીલ કરી હતી. આ પછી ટ્વિટર અને ફેસબુકે ટ્રમ્પનું એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરી દીધું.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી