ડાંગ : પ્રાથમિક શાળાના બાળકોને ફોર્ટિફાઇડ ચોખાનુ વિતરણ કરાશે

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત

ડાંગના જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયા અનુસાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમા નોંધાયેલા તમામ બાળકોને ફોર્ટિફાઇડ ચોખાનુ વિતરણ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામા આવી છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૮ મા નોંધાયેલા પ્રાથમિક શાળાના ૪૨૫૩૪ બાળકોને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ અંતર્ગત જે અનાજ આપવામા આવે છે. તેમા ફોર્ટિફાઇડ ચોખાનુ વિતરણ કરવાનુ આયોજન હાથ ધરાયુ છે.

ફોર્ટિફાઇડ ચોખા એટલે કે પોલિશ્ડ કાચા ચોખા જેને ચોખાના આકારના દાણા (ફોર્ટિફાઇડ રાઈસ કર્નલ અથવા એફ.આર.કે) સાથે ૧:૯૯ ના પ્રમાણમા ભેળવવામા આવે છે. જે ભારતના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્સ ઓથોરિટીના ધોરણો અનુસાર, આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સજ્જ છે. આ ફોર્ટિફાઇડ ચોખા કુપોષણ, એનીમિયા, આયર્ન, અને સુક્ષ્મ પોષક તત્વોની ઉણપ રોકવા માટેની અસરકારક વ્યુહરચના છે. ફોર્ટિફાઇડ ચોખાની અસરકારકતાના વૈજ્ઞાનિક પુરાવા છે. જેથી આહારની ટેવ બદલ્યા વિના આહાર વધુ પોષક બનાવી શકાય છે.

ફોર્ટિફાઇડ ચોખાના ઉપયોગથી આહારમા આયર્ન, ઝીંક, ફોલિક એસિડ, વિટામિન બી-૧૨, વિટામિન-એ જેવા અન્યો તત્વો પણ ઉમેરાય છે. તેમજ ફોર્ટિફાઈડ દાણા સફાઈ, ધોવા અને રસોઈ કર્યા પછી પણ પોષક તત્વોને જાળવી રાખે છે. જે બાબતે લોકોમા વધુમા વધુ સમજણ પેદા થાય, તેમજ આ ચોખા બાબતે પ્રવર્તતી ગેરમાન્યતા દૂર થાય તેવા પ્રયાસોના ભાગરૂપે પ્રજાજનોને સાચી જાણકારી કેળવવા અનુરોધ કરાયો છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી