છેલ્લા પાંચ વર્ષથી જીવલેણ બીમારીથી પીડાય છે સુપર-30ના સ્થાપક આનંદકુમાર

બોલીવુડ સુપરસ્ટાર હ્રીતિક રોશનની ફિલ્મ સુપર-30 આવતીકાલે રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મ બિહારના ગરીબ બાળકોને કોચિંગ આપી આઈ.આઈ.ટી જેવી સંસ્થાની પ્રવેશ પરીક્ષા માટે તૈયાર કરનાર પટનાના શિક્ષક આનંદકુમારથી પ્રેરિત છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આનંદકુમારે જણાવ્યું કે તેઓ અકૂસ્ટિક ન્યૂરોમા બ્રેન ટ્યૂમરથી પીડિત છે. અને લાંબા સમયથી તેઓ આ જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. વર્ષ 2014માં જમણા કાનમાં તેને કંઈ જ સંભળાતું નહોતું. તેની શ્રવણશક્તિ 80-90 ટકા જેટલી ઘટી ગઈ હતી. પટનામાં ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે સારવાર કરાવી હતી. જોકે, તેનાથી કોઈ ફેર પડ્યો નહીં.

ત્યારબાદ તેણે દિલ્હીમાં સારવાર કરાવી. અહીંયા કેટલાંક ટેસ્ટ કર્યાં બાદ નિદાન કરવામાં આવ્યું કે તેના જમણાં કાનમાંથી જે નસ મગજમાં જાય છે, તેમાં ટ્યૂમર થયું છે. તેનું ઓપરેશન ઘણું જ જટિલ છે. ઓપરેશન દરમિયાન તેની આંખોને પણ નુકસાન થઈ શકે છે. જોકે, આનંદ દર છ મહિને ડોક્ટર્સ પાસે તપાસ કરાવે છે.

ઉલ્લેખનીય છે કે 2014ની તેમની સુપર 30 બેચના વિદ્યાર્થીઓને માહિતી હતી કે તેને બ્રેન ટ્યુમર છે.  

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી