હાથરસ દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા

હાથરસ કાંડના આરોપીઓને લવાયા ગુજરાત, નાર્કો, પોલીગ્રાફ અને બ્રેનમૈપિંગ ટેસ્ટ કરાશે

ઉત્તરપ્રદેશના હાથરસ કથિત દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા છે. ગાંધીનગર એફએસએલ ખાતે ચારેય આરોપીઓના સ્પેશિયલ ટેસ્ટ કરાશે. આરોપીઓને હાલ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે.

દેશભરમાં હાહાકાર મચાવનારા ઉત્તરપ્રદેશના હાથરસકાંડના આરોપી સંદિપ, રવિ, લવકુશ અને રામૂને ગુજરાત લવાયા છે. આ તમામ આરોપીઓનો ગાંધીનગરમાં પોલીગ્રાફ અને બ્રેઇનમેપિંગ ટેસ્ટ કરવામાં આવશે. CBI ચારેય આરોપીઓને ઉત્તરપ્રદેશથી ગુજરાત લાવી છે અને આરોપીઓનો અહિંયા ટેસ્ટ કરવામાં આવશે. સાક્ષી અને પીડિત પરિવારનો ટેસ્ટ થઇ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

કોર્ટની મંજૂરી મળ્યા બાદ CBIની ટીમ શનિવાર મોડી સાંજે તમામને લઇને રવાના થઇ હતી. આજે તમામ ગુજરાત પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન આરોપીઓને અમદાવાદ જેલમાં જ રાખવામાં આવશે. કોર્ટે પોતાના આદેશમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, CBI હાલ આ કેસની તપાસ કરી રહી છે અને સત્ય શું છે તે બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.

જણાવી દઈએ, યુપીના હાથરસમાં ગેંગરેપની શિકાર બનેલી દીકરીનું 15 દિવસ બાદ દિલ્હીની AIIMSમાં મોત થયું હતું. સગીરા સાથે હેવાનિયત આચરવામાં આવ્યું હતું. આરોપીઓએ વારંવાર તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એટલું જ ક્રૂરતાપૂર્વક પીડિતા જુબાની આપી ના શકે એટલે તેની જીપ કાપી નાંખી હતી. પગના હાડકાં તેમજ ગરદન પણ તોડી નાંખી હતી. આ હેવાનિયત બાદ પણ તે છેલ્લા શ્વાસ સુધી જિંદગી માટે જંગ લડતી રહી. સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. બીજી તરફ આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આરોપીઓને ફાંસીને માંચડે ચડાવવાની ઉગ્ર માંગ ઉઠી હતી. આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર