હિંમતનગરમાં તોડ કરવા નિકળેલા ચાર નકલી CBI ઓફિસરોની ધરપકડ

યુવકને ડરાવી ધમકાવી કેસ પતાવવાની વાત કહી 1 લાખ રૂપિયા માંગ્યા હતા

હિંમતનગરમાં નકલી CBIના ઓફિસર બની તોડ કરવા નિકળેલા ચાર યુવકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પોતે CBI ઓફિસર કહી અગાઉ થયેલા ગુનાઓને પતાવી દેવાની વાત કરી ડરાવી ધમકાવીને બળજબરીથી એક લાખ રૂપિયા માંગ્યા હતા. હાલ આ મામલે હિંમતનગર એ એ ડીવીઝન પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.

વિગત મુજબ, શનિવારે સવારે હિંમતનગરના મહાવીરનગરમાં સા.કાં.બેન્ક સોસાયટીમાં રહેતા જુગલ કેતનભાઇ શાહ (ઉ.વ. 28) સવારે ઘેરથી નીકળી મિત્રો સાથે ગાડીમાં બેસી મોતીપુરા જીઆઇડીસી બાજુ ગયા હતા. દરમિયાન સાડા બારેક વાગ્યે જુગલભાઈના પિતાનો મિત્ર શ્રીપાલ ઉપર ફોન આવ્યો અને કહ્યું કે જુગલની તપાસ કરવા માટે એક સ્વીફટ કાર લઇને ચાર માણસો આવેલા છે અને પોતે સીબીઆઇ ઓફિસરો હોવાની હોવાની ઓળખ આપી પૈસાનો વહીવટ કરો તો જુગલનો કેસ પતાવી આપીએ તેવી વાત કરે છે. જુગલે કોઇ ગુનો કર્યો છે કે કેમ તે જાણી જવાબ આપ જેથી હું આ ‘સાહેબો’ સાથે જે કંઇ ખર્ચી લઇ કેસ પતાવી આપે તે ખર્ચી આપી કેસ પતાવું.

ફરિયાદી અગાઉ ચેન સ્નેચીંગના ગુનામાં પકડાયો હતો, જો કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી કોઇ ગુનાહિત કામ કર્યુ નહોતું. ત્યારબાદ તેઓ જી.આઇ.ડી.સી. ગેટ આગળ આવવા જણાવ્યુ અને થોડી જવારમાં સ્વીફટ કારમાંથી ચાર શખ્સો ઉતર્યા અને સીબીઆઇ ઓફીસર તરીકેની ઓળખ આપીને ચૂપચાપ કારમાં બેસી જવા માટે કહ્યુ હતું. 

આ ચાર શખ્સોએ ફરિયાદીને મિત્રોથી સહેજ સાઇડમાં લઇ જઇ મેટર પતાવવી હોય તો તારા બાપુજી પાસેથી રૂા.૧ લાખ મંગાવી લે અને વહેવાર કરે તો મેટર પતાવી આપીએ તેવું જણાવ્યુ હતું. ફરિયાદીના મિત્રોએ હિંમતનગર એ ડીવીજન પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સાથે દોડી આવી હતી. પોલીસને જોઇને આ ચાર શખ્શો ગાડીમાં બેસીને ભાગવા જતા હતા. દરમિયાન આ ચાર શખ્સોને દબોચી લઈ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. 

આરોપીઓના નામ

  • પ્રકાશસિંહ ચતુરસિંહ ઝાલા (રહે.નવા, તા.હિંમતનગર)
  • ભરતસિંહ શિવાજી રાજપુત (રહે.પરી, તા.ઊંઝા, જિ.મહેસાણા)
  • રાજેન્દ્ર એલૈયા નિરેટી (હાલ રહે.સિકંદરાબાદ)
  • રાજુભાઈ

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી