September 21, 2020
September 21, 2020

પ્રાંતિજમાં ચાર ઇચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

પ્રાંતિજમાં વરસાદે ખોલી તંત્રની પોલ..! ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લામાં મેધ મહેર જોવા મળી હતી તો પ્રાંતિજ સહિત તાલુકામાં પણ મેધ મહેર થઇ હતી જેમાં પ્રાંતિજ માં ચાર ઇચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો સહિત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તો વરસાદી પાણી ને લઈને રહીશો હાલત કફોડી બની હતી તો અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો.

અડધું ચોમાસું વિતી ગયુંને મેધરાજાની સવારી આવી પહોચતા સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ મેધ મહેર જોવા મળી હતી તો ચોવીસ કલાકમાં ચાર ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો વરસાદી પાણીને લઈને નીચાણવાળા વિસ્તારોમાં સહિત પ્રાંતિજ એસટી ડેપો, ગોકુલપાર્ક સોસાયટી, માતૃછાયા સોસાયટી, શિવમ્ રેસી ડેન્ટ, ગંજાનદ સોસાયટી, એસટી ડેપો સહિત અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા તો અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રોડ બંધ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં પાણી જવાનો નિકાલના હોવાથી કે પાણી જતા વહેરાઓમા પુરાણ થતાં હાલતો આ વિસ્તારોમાં પાણી ભરાઇ રહેતા સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

અમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડરબ્રીજમાં પણ કહેર સુધી પાણી ભરાયાં હતાં ત્યારે હાલ માત્ર ચાર ઇચ વરસાદે પ્રાંતિજ ના કેટલાય વિસ્તારોમાં રહીશોના જીવ ઊંચાનીચા કરી દીધા ત્યારે પ્રાંતિજ નગરપાલિકાની પ્રી.મોન્સુન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયાં છે ત્યારે હવે પાલિકા તંત્ર ગૌર નિદ્રા માંથી જાગે અને સત્વરે કાર્યવાહી હાથ ધરે તેવી પણ સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે.

સંજય રાવલ

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર