કઠલાલ કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત

બેફામ વાહનો હંકારવાના કારણે દિન -પ્રતિદિન અકસ્માતમાં વધારો

રાજ્યમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક ખેડાના કઠલાલ કપડવંજ રોડ પર ગુરૂવારે મોડી રાત્રે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે જ્યારે એક વ્યકતિ ઈજાગ્રસ્ત થયો છે. આ ધટનાના જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત પ્રમાણે ખેડાના કઠલાલ કપડવંજ રોડ પર ગુરૂવારે મોડી રાત્રે કાર અને ટેન્કર વચ્ચે ગોઝાકો અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે જ્યારે એક વ્યકતિ ઈજાગ્રસ્ત થયો છે. સ્થાનિકોએ પોલીસને આ અંગેની જાણ કરી હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિને વધતા ઓછાં પ્રમાણમાં ઇજા થતા તેઓને 108 મારફતે કઠલાલ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. મૃત્યુ પામનાર ચાર વ્યક્તિઓ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું સામે આવી રહ્યું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી