MP : એમ્બ્યુલન્સની ટ્રક સાથે અથડામણમાં ગર્ભવતી મહિલા સહિત 4નાં મોત

જીવ બચાવનાર વાહને જ જીવ લીધો

મધ્યપ્રદેશમાં જબલપુરમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં જીવ બચાવનરી એમ્બ્યુલન્સ યમ બની હતી. આ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલા સહિત ચાર લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે.

રાજ્ય સરકાર હેઠળની ‘જનની એક્સપ્રેસ’ નામની એમ્બ્યુલન્સ બુધવારે મોડી રાત્રે ઊભેલી ટ્રક સાથે અથડાતાં સગર્ભા મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં.પોલીસના જણાવ્યા અનુસાર, ચાર દર્દીઓ અને તેમના સહયોગીઓને લઈને કટનીથી જબલપુર જઈ રહેલી એમ્બ્યુલન્સ હાઈવે પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.

પોલીસે જણાવ્યું કે લગભગ 1.30 વાગ્યાની આસપાસ, તેમને અકસ્માતની માહિતી મળી અને તેઓ ઘટનાસ્થળે દોડી ગયા.તો પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઝડપભેર દોડતી એમ્બ્યુલન્સ રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી એવું પોલીસે જણાવ્યું હતું.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી