September 19, 2020
September 19, 2020

દ્વારકા : ખંભાળિામાં એક જ પરિવારના ચાર લોકોના ડૂબી જવાથી મોત

ખંભાળિયા પાસેના ધરમપુરમાં નાહવા પડેલા એક જ પરિવારના 4ના મોત, ગામમાં શોકની લહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ધરમપુરમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતાં આખુ ગામ હિબકે ચડ્યું હતું. ગામમાં એક નાના તળાવમાં ન્હાવવા પડેલા ત્રણ બાળકો સહિત એક 4 લોકોના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ચાર લોકોના મોતથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

ઘટનાની વિગત અનુસાર આજે સવારે 3 કિશોર ખંભાળિયા નજીક આવેલ નાના તળાવમાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા. જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા પરિવારના એક મોભીએ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા. તો બીજી તરફ શોર મચતા ગામના લોકો પણ પહોંચ્યા હતા. લોકોએ ચારેયને બચાવવા તમામ પ્રયત્ન કર્યા હતા. પરંતુ પાણીમાં ગરકાવ થતાં ફાયર વિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં ડૂબેસા લોકોની શોધખોર હાથ ધરી હતી. ભારે જહેમત બાદ મોડી રાતે ત્રણ કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે આજે સવારે આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.

હાલ તમામના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ ખંભાળિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર