લૂંટ અને ધાડને અંજામ આપતી ‘હઠીલા ગેંગ’ના ચાર સાગરીતો ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય LCBએ મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓને દબોચી લીધા

અમદાવાદ શહેર તથા જિલ્લામાં લૂંટ અને ધાડની ઘટનાઓને અંજામ આપતી દાહોદ-જાંબુઆની “હઠીલા ગેંગ”ના ચાર આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યા છે. એક મહિના પહેલા આ ગેંગે સાણંદ બાયપાસ રોડ પર આવેલ ઉમિયામાતાના મંદીરે ધાડ પાડી લૂંટ ચલાવી હતી. જે અંગેની સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જો કે હાલ લોકલ ક્રાઇમ બ્રાંચે ગેંગના ચાર આરોપીઓને દબોચી લઇ વધુ તજવીજ હાથ ધરી છે.

 વિગત લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શંકાસ્પદ ચાર ચોરો હાથીજણ રીંગરોડ સર્કલથી મહેમદાવાદ તરફ જતા રોડ ઉપર વાહનની રાહ જોતા ઉભા છે. જે અંગેની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી ચારેય ચોરોને દબોચી લીધા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી 26 હજાર 753નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

પૂછપરછમાં આરોપીઓએ એક મહિના પહેલા સાણંદમાં મંદિરમાં લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. ગત 8મી ઓક્ટોબરે રાત્રે એક દોઢ વાગ્યાની આસપાસ નવઘણભાઇ વાઘેલા સાણંદ બાયપાસ રોડ પર આવેલ ઉમિયામાતાના મંદીરે ગાદલુ નાંખી સુઇ ગયાં હતાં અને મંદીરની દાનપેટી તુટવાનો અવાજ આવતા તેઓ જાગી ગયાં હતાં. તેમણે બે માણસો દાનપેટી તોડતા હતા બાદમાં બાજુમાંથી ત્રણ માણસો આવી નવઘણભાઈને પકડી લીધા હતાં અને ઝપાઝપી કરી હતી. એક માણસે લોખંડનો સળીયો તેમના માથામાં માર્યો હતો અને પાંચેય માણસો ભેગા થઇ નવઘણભાઈને ઢસડી મહાદેવના મંદીરની બાજુમાં આવેલ ગેલેરીમાં લઇ ગયેલ અને તેમના ખીસ્સામાંથી પાકીટ માથી રૂપિયા પાંચ હજાર તથા મંદીરની દાનપેટી તોડી તેમાથી રોકડ રૂપીયા 25 હજાર કાઢી લઇ તથા એક મોબાઇલ મળી કુલ રૂપીયા 31 હજારની લુંટ કરી ખેતરોમા થઇ ભાગી ગયાં હતાં.

ઝડપાયેલા ચોરોના નામ…

  • કરણસિંહ વિરસિંહ, જાંબુઆ મધ્યપ્રદેશ
  • તેરસિંહ ગવાભાઇ, ગરબાડા દાહોદ
  • દીલીપ વિંછીયા ગરબાડા દાહોદ
  • બદીયાભાઇ હઠીલા ગરબાડા દાહોદ

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી