અમદાવાદમાં ચાર નવજાત બાળકીઓ મળી આવી, એક મૃત તો ત્રણ જીવિત મળી

ત્રણ બાળકીઓ જીવિત ત્યજી દેવાયેલી અને એક બાળકી મૃત હાલતમાં મળી

અમદાવાદમાંથી નવજાત બાળકી મળવાની ચાર અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર અને ફતેહવાડી વિસ્તારમાંથી 4 નવજાત બાળકી મળી આવી હતી. જેમાં ત્રણ બાળકીઓ જીવિત ત્યજી દેવાયેલી અને એક બાળકી મૃત હાલતમાં કચરા પેટીમાંથી મળી આવી હતી. જો કે, આ તમામ કિસ્સાઓમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકીને તરછોડનારની શોધખોળ શરૂ કરી છે.

આ તો કેવો પ્રેમ છે માતાનો કે 9 મહિના સુધી જે બાળકીને પોતાના પેટમાં રાખી અને જન્મ દેતાની સાથે જ ત્યજી દીધી. અમદાવાદ શહેરમાં એક બાદ એક કુલ 4 બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જો કે, આ 4 બાળકીમાંથી ત્રણ જીવિત હાલતમાં મળી આવી છે. જ્યારે એક બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. શહેરના એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર અને ફતેહવાડી વિસ્તારમાંથી 4 નવજાત બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે.

જ્યારે AMCVR ડોર ટુ ડોર કચરો લેતી ગાડીને રવિવારે કોચરબ ગામ પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં નવજાત શિશુની લાશ મળી આવી હતી. ગાડીના ડ્રાઇવર ચંદુભાઈ ડામોરે આ મામલે સેનેટરી ઇન્સ્પેક્ટરને વાત કરી હતી. સેનેટરી ઈન્સ્પેક્ટર સંજય દવેએ પોલીસને જાણ કરી હતી. પોલીસે નવજાત શિશુનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે શિશુની માતા સહિતના લોકો સામે ગુનો નોંધ્યો છે. વેજલપુરમા બે બાળકીઓ જીવત મળી આવી છે. જેમાંથી એક બાળકી કાર નીચે અને અન્ય એક બાળકી રોડ પર મળી આવી હતી.

ત્યારે આ મામલે શહેર પોલીસ દ્વારા નવજાત બાળકીઓને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને કયા કારણોસર બાળકીઓને ત્યજી દેવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 26 ,  1